નામ થી તો સૌ ઓળખાય છે, મને મારાં શબ્દોથી ઓળખ બનાવી છે.

#આસમાની
આછેરાં વાદળોથી ઘેરાયેલા દ્રશ્યનો દેખાવ છે " આસમાની ",
જેમ તમને આદત છે મારાં શ્વાસમાં રહેવાની, તમારા હૃદયને સાચવીને રાખજો વાલમજી મારાં કે,
ક્યાંક એને સ્પર્શી ન જાય હૂંફ મારાં હૈયાની. આરઝૂ,

વધુ વાંચો

#જીવંત
મારા ધબકારાનો અવાજ સાંભળ્યો ને લાગ્યું મારામાં "જીવંત" છે તું.
આરઝૂ.

#વાસ્તવિક
તું "વાસ્તવિક" ને હું કાલ્પનિક,
જીવું તારી સાથે જ્યાં સુધી તને લાગે ઠીક,
કિંમત સાથની નથી સંઘાતની છે વ્હલા;
હું મોતી તો તું એથી અનેરું અકિક.
આરઝૂ.

વધુ વાંચો

#ઉત્સાહી
તું ઉત્સાહી હતો પણ તારી રાહ અલગ હતી,
તું સૌની ચાહ હતો પણ તારી ચાહ અલગ હતી,
બળતા હતાં સૌ અહીં તારી જ્વાળાઓ થી; કેમકે તારી અંદર સળગતી દાહ અલગ હતી.
આરઝૂ.

વધુ વાંચો

મારું આ યૌવન કેવું રૂપવાન છે,
તારા પ્રેમે મારું હૈયું ધનવાન છે,
વર્ષો એને નડે છે જે ઘડપણથી ભયભીત છે;
બાકી મારું મન તો આજેય "જુવાન" છે.

વધુ વાંચો

તારા વિચારે રાત ખોટી થઇ
ને મારાં વિચારે વાત ખોટી થઇ,
સાચા-ખોટાની અસમંજસમાં
એવું કોણ વિચારે કે,
તારી ને મારી રજૂઆત ખોટી થઇ,
રજુઆતને વાગોળું

તો અંતરની "આરઝૂ" વળખાય;
કે
આખા દાખલામાં રકમની
શરૂઆત ખોટી થઇ.
આરઝૂ.

વધુ વાંચો

#ભીનું
રુદન કરી આંખો બોઝિલ બની,
ભીના ગાલને ટેરવેથી લુંછું,
પણ ભીના અશ્રુને કઇરીતે લુંછું !!🤔🤔
આરઝૂ.

શ્વાસ -શ્વાસમાં ફરક છે વ્હાલા;
કોઈ તને જોઈ શ્વાસ છોડી જાય છે,
તો કોઈ શ્વાસ રોકી જાય છે.

#હૂંફ
તારી એ હૂંફની વાટમાં, મારી આ કામળીમાં,
હજારો કાણાંઓ ઘર કરી ગયા.
આરઝૂ.

તારી એક નજર મારાં જીવવાનું કારણ બની જાય છે,
જો એ નજરમાં પ્રેમ હોય તો એજમારું તારણ બની જાય છે.
આરઝૂ.