मेरी इबादतों को ऐसे कर कबूल ऐ मेरे खुदा, के सजदे में मैं झुकूं तो मुझसे जुड़े हर रिश्ते की जिंदगी संवर जाए........ ..खान@

વાયુને હંફાવવા બળ ના કરે
એ સુંગધ છે,કદી છળ ના કરે,

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાને જિદ ઝાકળ ના કરે,,,,,,

તું ક્યાં સાંભળે છે મારું,છતા
તને બધું કહેવાની આદત છે મારી

તું બધું સ્કેન કરવામાં માને,
હું તો વાંચું છું તને પાને પાને...

વધુ વાંચો

પુત્ર ની સમજદારી
દહીંની કિંમત ...

?જયારે મનસુખભાઇ ૩૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો.

તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા
પરંતુ 
તેમણે એમ કહીને બધાને ઇન્કાર કરી દીધો કે મારે એક જ દિકરો છે
અને
તે દિકરો મારી પત્નિની મને ભેટ છે.

તેને હું સારી રીતે જતન કરીને મોટો કરીશ અને તેમાં જ મારી જીંદગી કપાઇ જશે.

પુત્ર મોટો થયો તેના લગ્ન્ન પણ સારી રીતે કર્યા અને બધો જ કારોબાર પુત્રને હવાલે કરી દીધો અને પોતે નિવૃત જીવન ગાળવા લાગ્યા.  

પુત્રના લગ્ન્ન બાદ એક વર્ષ પછી તેઓ એક સવારનાં પૂત્રના ઓફીસે જવાના સમય પહેલાં જમવા બેઠા.

જમવાની શરૂઆત કર્યા બાદ તેમણે વહુને કહ્યુ કે વહુ બેટા દહીં હોય તો આપોને ?

પુત્રની પત્નિએ દહી નથી એવો જવાબ આપ્યો.

આ જવાબ પુત્ર ધરમાં દાખલ થતા સાંભળી ગયો.

પિતાજીએ જમી લીધુ અને પતિ-પત્નિ જમવા બેસે છે.

જમવામાં અન્ય ચીજો સાથે પ્યાલો ભરીને દહીં પણ પત્નિ પીરસે છે.

પુત્રે કોઇ પ્રતિક્રીયા ના આપી પરંતુ જમીને ઓફીસે જવા રવાના થઈ જાય છે. 

થોડા દિવસો પછી પુત્રએ તેમના પિતાજીને કહ્યુ કે " પાપા આજે તમારે મારી સાથે કોર્ટ આવવાનું છે.

આજે તમારા પુનર્લગ્ન્ છે.

પિતાજીએ કંહ્યુ કે બેટા મારે હવે આ ઉમરે પત્નિની આવશ્યકતા નથી અને હું તને પણ એટલો સ્નેહ આપુ છું કે તારે પણ માઁની આવશ્યકતા નહીં હોય.

પછી બીજા લગ્ન્ન શું કામ ?

પુત્રએ જવાબ આપ્યો-
" પિતાજી ના તો હું મારે માટે માઁ લાવી રહ્યો છું કે તમારા માટે પત્નિ"

હું તો માત્ર તમારા માટે દહીંનો પ્રબંધ કરી રહ્યો છું. 

કાલથી હું મારી પત્નિ સાથે ભાડાનાં મકાનમાં રહીશ અને તમારી ઓફીસમાં એક કર્મચારી તરીકેનો પગાર લઈશ જેથી કરીને તમારા દિકરાની વહૂને દહીંની કિમત સમજાય.

?બોધ-
માઁ, બાપ સંતાનો માટે એ.ટી.એમ. કાર્ડ બની શકે છે 
તો સંતાનોએ પણ માઁ-બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને ?

વધુ વાંચો

કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ????લાગી જાય છે,
હાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે......!!!!
@ખાન..

લાજવાબ મારા શબ્દો પાછળ ઘણા પ્રશ્નો છુપાયેલા હતા..

જવાબ ચાહતો, પણ બધા ‘લાજવાબ’ કહી ચાલ્યા ગયા..
@ખાન..

?દીકરી ને અગ્નિ દાહ?

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,


સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!


એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…


પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…


ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,


કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…


અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!

” એષા દાદાવાળા ની  રચના ”

વધુ વાંચો

?મિત્ર?

ફળે છે ઈબાદત ને ખુદા મળે છે,
મિત્રો ને નિહાળી ઉર્જા મળે છે.
નથી જાતો હું મંદિર ,,મસ્જિદ..કે ચર્ચ માં,
મિત્રો ના દિલ મા જ દેવતા મળે છે....

ખસુ છું હું  જ્યારે સતત ખુદ માંથી,
મિત્ર તારા હૃદય માં જગ્યા મળે છે.
સમય છે ઉકળતો અને જીવન સળગતું,
મિત્રો ની હથેળી માં શાતા મળે છે...

ઈચ્છા ને તમન્ના બધીય થાય પુરી,
મને ઊંઘ માં મિત્રો ના સપના મળે છે..
ડૂબું છું આ સંસાર  સાગર માં જ્યારે,
મિત્રતા ના મજબૂત તરાપા મળે છે....

દવાઓ ની સારવાર નીવડે નકામી.
મિત્રો ની  અસરદાર દુઆ મળે છે,
જીવન મરણ કે સુખ..દુઃખ..નિ ગમેતે  ઘડી  હોય,
સદનસીબે મને મિત્રો ના ખમ્ભા  મળેછે.....

તમામ મિત્રોને સમર્પિત.......એક દોસ્ત...

વધુ વાંચો

કદીક મુરઝાયેલા ફૂલ ને મન થી સ્પર્શજે, ખીલી ને ખરવુ ખૂબ અઘરું હોય છે,,,@ખાન,,

રેત સમી એની યાદ, હળવેથી સરકે છે છતાં,
થોડા સંભારણા મુકતી જાય છે...
ખંખેરું છું એને... છતાં, રજ બની રહી જાય છે ll
@ખાન..

વધુ વાંચો

હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?

ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં
એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ?

રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?

એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?

પાણીની જેમ સરકી જવું છે, ખબર છતાં
એની ગલી વળાતું નથી એવું કેમ છે ?

બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું
ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે ?

વધુ વાંચો