Hey, I am reading on Matrubharti!

સ્ત્રી છે,
સત્તા અને સંપતિની ભૂખી નથી
પણ સમ્માનની ચાહક છે,
છતાં મળતા અપમાનથી ઘાયલ છે,
એને અટકાવવામાં ઘણા લટકી જાય છે,
લાગણીની ઓથમાં રહેવું પસંદ છે એને
બાકી સર્જનનું વિસર્જન કરવા સક્ષમ છે,
અપમાન ન કરો એટલી જ ઈચ્છા
બાકી માન આપનારની તો સમક્ષ જ છે,
એ એક સ્ત્રી છે, એજ અપાર છે.


#ભટકવું

વધુ વાંચો

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.

આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ?
તો ય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી.

આપણે એક સાથે શ્વાસોચ્છ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી.

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું,
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી.

આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા,
ક્યાં અજૂગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી ?

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી ?


#બરાબર

વધુ વાંચો