Hey, I am on Matrubharti!

રડવું રડવું થયાં કરે છે આંખો
મન ઉદાસ કેમ? સમજાતું નથી,
થાય જાણ તો કૈંક ઉપાય કરું
દર્દ શું છે એ જ તો કળાતું નથી.
Anjana Vegda

વધુ વાંચો

તારા જ વિશ્વાસે અને તારા જ આધારે હતું,
પળ વારમાં થયું જળમાં ગરકાવ જે વહાણ મઝધારે હતું.

હું તને સમજી ન શકી,
તું મને સમજવામાં નિષ્ફળ રહ્યો,
કોણ કોને મનાવશે?
રાહ જોવામાં સમય જતો રહ્યો.
મેળાપ થયો ને.....
તે હદ વટાવી નારાજગીની દોસ્ત,
મે હાથ લાંબો કર્યો ને
તું જાણીને પણ અજાણ રહ્યો.
Anjana Vegda

વધુ વાંચો

ભીતર વિરહની વેદના ને ઉપર પોપચાં નું આવરણ છે,
જત જણાવવાનું તને કે તું નથી માત્ર તારું સ્મરણ છે.
@nju

દર્દ ન હોતું માગ્યું છતાં પણ આપ્યું,
મે દરિયો માગ્યો તે વેરાન રણ આપ્યું,
પથ્થર બની ગયા હતા નયનો મારા,
આભાર તારો તે અશ્રુઓનું કારણ આપ્યું
Anjana Vegda

વધુ વાંચો

માપો ઊંડાણ જો નયનોનું તો પાણી નો તાગ મળે,
છલોછલ અશ્રુઓ સાથે થોડો ખરાશનો ભાગ મળે.
-@nju

ક્યારેક ખુશીનું તો ક્યારેક દુઃખનું કારણ બની ગઈ,
હતી કોઈના દર્દ ની દવા આજ મારણ બની ગઈ.
-Anju

ખુશ હોવું ને ખુશ દેખાવું બન્ને વાતમાં ફરક હોય છે,
સિક્કાની માફક એક આ બાજુ ને એક બીજી તરફ હોય છે.

-@nju(sweetu)

ન ચવાયેલો ઇતિહાસ આપો,
દિશાઓ ખોલે તેવો અભ્યાસ આપો.
તમારી સીમાઓ ન દેખાડો તેને,
એ બાળક છે તેને આકાશ આપો.
Happy Children's Day

વધુ વાંચો

વિચલીત જોઈ મને મનમાં ને મનમાં મલકાયા કરે છે,
અશ્રુઓ રૂપી ભેટ તારી નયનો મારા છુપાવ્યા કરે છે,

શું જગતના દરેક માનવની આ જ દશા હોય છે, ભગવન?
કે પછી માત્ર "અંજુ" ની જ કિસ્મત આજમાવ્યા કરે છે.
@nju (sweetu)

વધુ વાંચો