दिल के जज़्बात.. शायरी के साथ.️..जय महाकाल ️ॐ महादेव के भक़्त हैं..इरादों के सख़्त हैं...Teacher.. join me on Instagram www.instagram.com/andaz_mera

વિચારોમાં જીવે છે એટલે રાવણ નથી મરતો,
છુપાવેશે ફરે છે એટલે રાવણ નથી મરતો.

પ્રભુ શ્રીરામ જેવી નમ્રતા લઇ જીવવું પડશે,
અહમ સૌને નડે છે એટલે રાવણ નથી મરતો.

બનેતો રોજ ભીતર વાસનાને આગ ચાંપીદો,
દશેરાએ બળે છે એટલે રાવણ નથી મરતો.

હજી લક્ષ્મણની રેખાપાર કરતી હોય છે સીતા,
ફરી ભૂલો કરે છે એટલે રાવણ નથી મરતો.

કથાઓ સાંભળીને કયાં સમજ બદલાય છે,
ફકત માથા ધૂણે છે એટલે રાવણ નથી મરતો.

દશેરાની શુભકામના

વધુ વાંચો

કાયમ તો રહેવાનું નથી ધરતી પર,
શું કામ વાદ વિવાદ કરીએ,
ચાલ ને દોસ્ત સમય કાઢી
બે ચાર મીઠી વાત કરીએ...
🌹શુભ સવાર 🌹

વધુ વાંચો

વ્યથા જો તું સમઝે મારી
તો મારી આંખો વાંચી લે
કહેવું મારે કંઈ નથી
તું અહસાસ મારું કરી લે

જીન્દગી મોજ થી જીવી લ્યો બાકી એક દિવસ
આપણો પ્રોગ્રામ હશે અને આપણે જ ગેરહાજર હશું

કહી દો એ માણસ ને જે તણખાથી પણ ધ્રૂજે છે…
કે અમે આંખના આંસુથી સળગતી રાતોને ઠારી છે.

કોઈ મિલાવે બરફ ને કોઈ મિલાવે પાણી.
અમે જીંદગી મોઢે માંડી નીટે નીટ માણી.

યાદ મૂકી જવાનો
આ જ રસ્તો છે.
કાં એવું લખો કે
લોકો વાંચ્યા કરે
અથવા
એવું જીવો કે
લોકો લખ્યા કરે….

આ તો જમાના ની રીત છે.. સામે બધા મારા છે, પાછળ થી ઘાયલ કરનારા છે..

નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા...

એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું :

.. હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે.

.. હું ખુશ છું કે મારો પુત્ર સવારે સવારે એ વાતનો ઝઘડો કરે છે કે આખી રાત મચ્છર - માંકડ સૂવા નથી દેતા. આનો અર્થ એવો થયો કે એ રાત ઘેર જ વિતાવે છે, બહાર આવારાગર્દી નથી કરતો. આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દર મહિને વિજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેનું બિલ ભરવું પડે છે. આ દર્શાવે છે કે આ બધી ચીજવસ્તુઓનો હું વપરાશ કરું છું - એ મારી પાસે છે. જો એ ન હોત તો જિંદગી કેટલી મુશ્કેલ બની રહેત..? આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દિવસને અંતે મારા થાકીને બૂરા હાલ થઈ જાય છે. આમ થવાનું કારણ એ છે કે મારામાં દિવસભર સખત કામ કરવાની તાકાત અને હિંમત છે. આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે મારે રોજ મારા ઘેર ઝાડુ - પોતા કરવા પડે છે, બારી - દરવાજા સાફ કરવા પડે છે. ભગવાનનો આભાર માનવાનો કે મારી પાસે મારું પોતાનું ઘર છે! આ ઈશ્વરની કૃપા છે. જેમની પાસે તેમનું પોતાનું ઘર અને માથે છત નથી હોતાં તેમની શી હાલત થતી હશે..?

..હું ખુશ છું કે હું ક્યારેક ક્યારેક માંદી પડું છું.મોટે ભાગે તો હું સાજી જ હોઉં છું ને..? આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દર વર્ષે તહેવારો આવે એટલે ભેટ સોગાદો આપવામાં પાકીટ ખાલી થઈ જાય છે. આ દર્શાવે છે કે મારી પાસે મારા ચાહવાવાળાઓ, મારા આપ્તજનો, સગા સંબંધીઓ, મિત્રો છે જેમને હું ભેટ સોગાદ આપી શકું છું. જો એ ના હોય તો જિંદગી કેટલી નીરસ હોય..! આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે રોજ એલાર્મ વાગતા મારે ઉઠી જવું પડે છે. આનો અર્થ એવો થાય છે કે રોજ એક નવી સવાર જોવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થાય છે. આ ઈશ્વરની કૃપા છે.

જીવન જીવવાના આ ફોર્મ્યુલાનો અમલ કરી પોતાની અને પોતાની આસપાસનાં લોકોની જીંદગી સુખ - શાંતિમય અને વધુ જીવવાલાયક બનાવવી જોઈએ. નાની કે મોટી કોઈ પણ મુશ્કેલીમાંયે ખુશીની તલાશ કરવી જોઈએ અને ઈશ્વરનો આભાર માની જીંદગી ખુશહાલ બનાવવી જોઈએ...

વધુ વાંચો

હું બોલું પ્રથમ કે તું કરે પહેલ,
શું રાખ્યું છે આ ખટપટ માં..
અહંકાર નો રેઇનકોટ કાઢી,
ચાલ ને ભિંજાઇએ સ્નેહ ની વાંછટ માં....

વધુ વાંચો