My name is Anil Bhatt. Studied Bachelors in Commerce. Reading and writing is my passion. I believe Work is worship . I was staying in Muscat(Oman) for sixteen years and was publishing a Gujarati Magazine named Prayatna .

# ભારતના બંધારણ દિવસની હાર્દિક શુભેચ્છા 🙏

સુપ્રભાત🙏વંદે માતરમ્ 🙏

ભારતના બંધારણ દિવસની સર્વ ને શુભેચ્છા.


ભારતના બંધારણ ની સર્વ બાબત ગમતીલી જ છે.
એટલે તો આપણો દેશ સુખ રૂપ જીવી રહ્યો છે અને
બધા નાગરિકો સ્વતંત્ર જીવન જીવી રહ્યા છે!

કાયદા દરેક દેશમાં હોય છે પરંતુ તેનો અમલ કેવો
થઈ રહ્યો છે તેના પર દેશ પ્રગતિ કરતો રહે છે!
આપણે ત્યાં કાયદાનો સખત અમલ નથી થતો અને
નાગરિકો કાયદા ને માન નથી આપતા તે આપણા દેશ ની કરુણતા છે.
અસ્તુ

વધુ વાંચો

#શિયાળા ની સવાર
સર્વ ને સુપ્રભાત🙏વંદે માતરમ્ 🙏

શિયાળો ધીરે ધીરે પગરવ ભરી રહ્યો છે ત્યારે..
શિયાળાની સવાર

સવાર તો આહલાદક અને અદ્ભુત હોય છે
( સૂર્યવંશી માટે નહિ.)
હર મોસમની સવાર પોતાની આગવી લાક્ષણિતા સાથે આવે છે.
શિયાળા ની સવાર સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે તો
પ્રિયતમ સમી હોય છે. જેમ પ્રિયતમા ની અમુક વાત ના ગમતી હોય છતાં ચૂપચાપ ચલાવી લેતા હોય
છીએ ને ?
સવારે ચાલવાનું , કાળા ને ઉકાળા પીવાના. અમુક
સામાન્ય રીતે ના ખાતા હોય તેવી વસ્તુઓ ખાવાની શરૂઆત થઈ જાય છે.
આખા વરસમાં જે કાર્ય કર્યા અને જે ના કરી શક્યા હોય આપણા શરીરથી તેમને સર્વિસ કરવાનો સમય એટલે શિયાળો!આખા શરીર નું ઓવર ઓઇલીગ કરવાનું હોય છે.આપણી પરંપરાગત રીતે થાય છે.
આખા વરસમાં સતાવતી બીમારીથી દુર રહેવા માટે
કડવુકડિયાતું , ખજુરપાક , અડદિયા , મેથીપાક અને
કાટલું વિગેરે ખાવાની મોસમ.
આજના યોવન ને આ બધું કયાં ગમે છે? કોઈક
દેખાદેખીમાં તો કોઈ દિલથી થોડા દિવસ શિયાળામાં વહેલા ઊઠી ચાલવાનું,કસરત અને યોગ શરૂ કરે છે.
સંગીતા પાછળ સ્વર પણ જીમમાં ચાલવા લાગે છે!પછી?
પછી સંગીતા ગમતા સ્વરે નથી ગાતી એટલે ઓરેંગઝેબ બની જાય છે પછી પાછા હતા ત્યાં ના ત્યાં! તો કોઈ મનગમતા સહવાસ સાથે શિયાળાની
અલાહદક મોસમને માણતા હોય છે.
સર્વ ને શિયાળો મુબારક
અસ્તુ
અનિલ ભટ્ટ

વધુ વાંચો

#કંઇક ખૂટે છે!
હર ક્ષણ હર માણસ ને લાગે કંઇક ખૂટે છે.
બધુ જ હોવા છતાં પણ લાગે કઈક ખૂટે છે.
અમાપ પાણી નો માલિક હોવા છતાં પણ,
સમંદર કહે પ્રદુષણથી મારું પાણી ખૂટે છે!
સ્વાર્થી અને મતલબી માણસ ના કારનામાથી,
અભ્યારણ,જંગલો કહે અમારી જમીન ખૂટે છે.
બેફામ પાણી વેડફી નાખે છે જગતના લોકો,
આપણી ધરતીમાતા કહે મારું પાણી ખૂટે છે.
હવે તો કૃત્રિમ શ્વાસે જિંદગી જીવે છે માનવો,
અંતે શરીર કહી દે છે હવે મારા શ્વાસ ખૂટે છે.

વધુ વાંચો

#આવજે ૨૦૨૦

૨૦૨૦ તને પત્ર લખવાનું મન થયું છે એટલે લખવો તો પડશે.... પણ હું તને 'પ્રિય' સંબોધન કરું કે નહિ એવી અસમંજસ ભરી સ્થિતિમાં છું, પણ લખું છું
પ્રિય ૨૦૨૦,
તને મળીને જરાપણ આનંદ નથી થયો ! તું તો સમુદ્રમંથન પર પીએચડી કરીને આવ્યું હો એવું લાગે છે. તેં જગતમાં બધાને દુઃખ જ આપ્યાં એવું તો નથી ! તારા શરૂઆતના સમયે તેં કદાચ ઘણાંને સુખ અને સમૃદ્ધિ આપ્યા હશે પરંતુ પછી તેં જે વિકરાળ સ્વરૂપ "કોરોના" રૂપે અમને બતાવ્યું છે તેનાથી આખું જગત સ્તબ્ધ બની ગયું છે. તે ઘણાં પરિવારમોભી તો કોઈનાં દીકરા-દીકરી છીનવી લીધાં. એ રીતે તે ઘણા કારમા આઘાત આપ્યા છે. અમે અમારા અમુક તહેવારો મન મારીને મનાવ્યા તારા વિકરાળ સ્વરૂપ ને કારણે.
આમ જોકે તું કોરોના લઈ આવ્યું તેનાથી સારું પણ થયું છે. તેં અમને અમુક સારી વાતો શીખવી છે તેનો હું ઇનકાર પણ કરી શકું તેમ નથી. તે અમને ઓછી જરૂરિયાતથી જીવતા શીખવ્યું ! તેં અમને એકલા અને સહપરિવાર રહેતા શીખવ્યું. વતનથી દૂર અજાણી જગ્યાએ રહેતા શીખવ્યું. જિંદગી નું મૂલ્ય સમજાવ્યું. પરિવારમાં દરેક વ્યક્તિ દરેક કાર્ય કરી શકે છે તેવું શીખવાડ્યું. અમુક કાર્ય ફક્ત સ્ત્રીએ જ કરવા એવી પુરુષોની માન્યતા બદલાઈ ગઈ અને જાતે ઘણું શીખ્યા. ઘણાં ઘણી સારી વસ્તુ શીખ્યા છે તો નઠારા લોકો હજુ પણ જાણે કશું શીખ્યા નથી !
આખા હિન્દુસ્તાને દિપાવલી ખુશી ખુશી મનાવી તો તારાથી એ પણ સહન ના થયું ! તેં ફરી તારા વિકરાળ સ્વરૂપનાં દર્શન આપ્યાં !
હે ૨૦૨૦, તું જતા જતા વધુ તકલીફ અને દુઃખ ન આપજે . આ "કોરોના" ને સાથે લઈ જજે. તારા પછી આવનારું વર્ષ ૨૦૨૧ કેવું હશે એ તો ઉપરવાળો જાણે પણ અમારું નવા વર્ષ તરફનું પ્રયાણ વસમું ના બને એવી અપેક્ષા અને આશા સાથે આ પત્ર પૂરો કરું છું.
અસ્તુ
અનિલ ભટ્ટ.

વધુ વાંચો

# માણસ

લાગણીમાં તરબોર ઘાટ કે આકાર વગરનોઆદમી .
ઝખ્મોથી લાલ લાગણી એષણા વગરનો આદમી .
ઘણા સાથે ભજવાય પછી ભજવે છે નાટક બધે ,
જિંદગીના રૂપક માં કથા કે સાર વગરનો આદમી .
પ્યાર થતો નથી કે કરવો પડે છે હવે અહીં દોસ્તો ,
પ્રેમ પ્રકરણોમાં મળે વચન કે વફા વગરનો આદમી .
સમય ની સાથે સતત કદમ મિલાવતો જાય છે તે ,
તે છતાં મળે છે કાંટા કે કમાન વગરનો આદમી .
અનિલ ભટ્ટ

વધુ વાંચો

તારી યાદ એ
મારું અસ્તિત્વ છે!
હું તને ભૂલી જાવ
એ શક્ય છે?
તારી વિસ્મૃતિ નો
અંશ
હું બન્યો હોઉં એ
પણ શક્ય નથી!

-Anil Bhatt

વધુ વાંચો

માતૃ ભારતી ના જન્મદાતા શ્રી શર્માજી તથા તેમની ટીમ ને અને માતૃ ભારતી પરિવાર ના તમામ વાંચક , ભાવક, ચાહક અને કવિ લેખક મિત્રો ને હૃદય થી
નૂતન વર્ષની શુભકામના.🌹🙏👍
અનિલ ભટ્ટ

વધુ વાંચો

सन राइज और सन सेट
में तेरे चहेरे का नूर लाजब होता हे।
चांद को भला क्यों देखें
जिसके पास अपना खुदका चांद होता है।

-Anil Bhatt

વધુ વાંચો

સર્વ ને દિપાવલી ની શુભકામના 🌹🙏

# નજર
આવતી કાલે " કાળી ચૌદસ " છે જેને રૂપ ચૌદસ " પણ કહેવામાં આવે છે. ઘણા પરિવાર માં " નજર " ઉતારવાનો કાર્યક્રમ થાય છે. મા ની મીઠી નજર પણ લાગતી હોય છે.તો વાંચો નજર પર મારી એક નજર.

નજર નજર માં ફેર હોય છે.
એક તારી નજર
એક મારી નજર
હર આંખો ની અલગ નજર!
હર મા ની હોય છે અલગ નજર,
વાત્સલ્ય ના ધામ સમી મા ની નજર.
કોઈ નજર માં આશ
કોઈ નજર માં પ્રેમ
કોઈ નજર માં નફરત
તો કોઈ શૂન્યવકાશ સમી નજર!
કોઈ માં પૂર્ણ વિરામ તો
કોઈમાં આશ્ચર્ય તો
કોઈ પ્રશ્નાર્થ સમી નજર હોય છે!
પશુ પક્ષી ની હોય અદ્ભુત નજર!
નજર એક પણ
દીસે અનેક એક રૂપે નજર!
સહુ નજરમાં બે અમૂલ્ય નજર
એક નિર્દોષ બાળક ની
ને એક મા ની નજર!

વધુ વાંચો