"એન્ડ ધ બેસ્ટ ડાન્સર એવોર્ડ ગોઝ ટુ મિસ ખનક શાહ." ખનક ની તો ખુશીનો તો પાર ન રહ્યો, આજે તેનું બાળપણ નું જે સપનું હતું બેસ્ટ ડાન્સર બનવાનું એ પૂરું થઈ ગયું હતું.એ તો પોતાની ચેર પર જ ઊભી થઈને ડાન્સ કરવા જતી હતી પણ આ શું? એ ડાન્સ કરવા ઊભી થઈ કે તરત ધડામ કરતી નીચે પડી... "એ શું થયું?લાગે છે આ પાગલ આજે ફરીથી સપનામાં બેસ્ટ ડાન્સર બની છે.હે ભગવાન, આ છોકરીના મગજમાંથી આ ડાન્સ નું ભૂત ઉતાર,બાકી આ છોકરી એક દિવસ ડાન્સર તો નહિ પરંતુ હાથ-પગ ભાંગી ને પેશન્ટ જરૂર થી બનશે.." ખનક ના મમ્મી દિવ્યાબેન રસોડાં માંથી ખનકના રૂમ તરફ જતા જતા બોલ્યાં..
ખનક - ભાગ 1
"એન્ડ ધ બેસ્ટ ડાન્સર એવોર્ડ ગોઝ ટુ મિસ ખનક શાહ." ખનક ની તો ખુશીનો તો પાર ન રહ્યો, આજે બાળપણ નું જે સપનું હતું બેસ્ટ ડાન્સર બનવાનું એ પૂરું થઈ ગયું હતું.એ તો પોતાની ચેર પર જ ઊભી થઈને ડાન્સ કરવા જતી હતી પણ આ શું? એ ડાન્સ કરવા ઊભી થઈ કે તરત ધડામ કરતી નીચે પડી..."એ શું થયું?લાગે છે આ પાગલ આજે ફરીથી સપનામાં બેસ્ટ ડાન્સર બની છે.હે ભગવાન, આ છોકરીના મગજમાંથી આ ડાન્સ નું ભૂત ઉતાર,બાકી આ છોકરી એક દિવસ ડાન્સર તો નહિ પરંતુ હાથ-પગ ભાંગી ને પેશન્ટ જરૂર થી બનશે.." ખનક ના મમ્મી દિવ્યાબેન રસોડાં માંથી ...વધુ વાંચો
ખનક - ભાગ 2
ખનક તેના મમ્મી અને બહેનની વાત સાંભળી મનોમન કંઇક નક્કી કરીને પોતાના રૂમમાં ગઈ. તેને રૂમમાં જઈને વર્ષોથી ધૂળ કેરમ ઉતાર્યું. કેરમ જ એક એવી રમત હતી જે રમતાં રમતાં બાપ દીકરી એકબીજાને પોતાના મનની વાત કરતા.તે કેરમ સાફ કરીને તે તેના પપ્પા પાસે તેમના રૂમમાં ગઈ..સુરેશભાઈ રૂમમાં વિચારોમાં ખોવાયેલા એક ખૂણામાં બેઠા હતા.ખનક રૂમની શાંતિ ભંગ કરતા બોલી, "શું લાગે છે પપ્પા આજે તમે જીતી જશો કે હું?"ઓહો! આજે ઘણા સમય પછી તને કેરમ યાદ આવ્યું? પણ બેટા આજે મને રમવાની ઈચ્છા નથી,આપણે પછી ક્યારેક રમશુ તો ચાલશે?"ના, પપ્પા રમવું તો આજે અને અત્યારે જ પડશે." ખનક પોતાની ...વધુ વાંચો
ખનક - ભાગ 3
ખનક બીજા દિવસે સવારે વહેલી ઉઠી ગઈ કારણકે આજે તેનો નવી સ્કૂલમાં પહેલો દિવસ હતો.નાસ્તો કરીને તે હજુ તો ત્યાં જ બહારથી અવાજ આવ્યો "ખનક...."બહાર તેની ફ્રેન્ડ મેઘા તેને બોલાવી રહી હતી. મેઘા એક જ એવી ફ્રેન્ડ હતી જે ખનક સાથે તેની જૂની સ્કૂલમાં હતી.."આવું છું.." મમ્મી હું જાવ છું હો ,નહીં તો ઓલી માતાજી આખી શેરી ને જગાડી દેશે. જય શ્રી કૃષ્ણ..ખનક બેગ લઈને ફટાફટ બહાર નીકળતા બોલી..હા, બેટા નિરાંતે જજો,જય શ્રી કૃષ્ણ..ખનક અને મેઘા સ્કૂલમાં પહોંચ્યાં,આજે નવી સ્કૂલનો પહેલો દિવસ હતો.પોતાનો ક્લાસ શોધી તેમાં ગયા.ઘણા ખરા વિધાર્થીઓ આવી ગયા હતા અને ઘણા આવી રહ્યા હતા..આજે પહેલો દિવસ ...વધુ વાંચો