વ્હાલા વાચકમિત્રો… મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીના, હુકમચંદ, તભાભાભા, બાબો, તખુભા, રવજી સવજી, જાદવો, જડી,ધૂળિયો, રઘલો, વજુશેઠ, હબો, નગીનદાસ, રણછોડ, ડો. લાભુ રામાણી અને નર્સ ચંપા..! (લગભગ બધા આવી ગયા ને?) આ બધા પાત્રો સાથે ખૂબ મજા આવી હતી ને? પોચા સાહેબે રચેલા લખમણિયાનું ભૂતે જે તહેલકો મચાવ્યો હતો એ અજીબોગરીબ હતો! એકમેકના માથે રાત રહે એવા આ બેનમૂન પાત્રો જે ગામમાં રહે છે એ લાળીજા ગામ ખરેખર તો મારા ગામ જાળીલાનું ઊંધા અક્ષરે લખેલું નામ હતું. ગામ અને પરા વિસ્તાર વચ્ચે ગ
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1
મોજીસ્તાન (2.1)વ્હાલા વાચકમિત્રો…મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીના, હુકમચંદ, તભાભાભા, બાબો, તખુભા, રવજી સવજી, જાદવો, જડી,ધૂળિયો, રઘલો, વજુશેઠ, નગીનદાસ, રણછોડ, ડો. લાભુ રામાણી અને નર્સ ચંપા..! (લગભગ બધા આવી ગયા ને?) આ બધા પાત્રો સાથે ખૂબ મજા આવી હતી ને? પોચા સાહેબે રચેલા લખમણિયાનું ભૂતે જે તહેલકો મચાવ્યો હતો એ અજીબોગરીબ હતો!એકમેકના માથે રાત રહે એવા આ બેનમૂન પાત્રો જે ગામમાં રહે છે એ લાળીજા ગામ ખરેખર તો મારા ગામ જાળીલાનું ઊંધા અક્ષરે લખેલું નામ હતું. ગામ અને પરા વિસ્તાર વચ્ચ ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 2
"કે સે ને કે કોક મોટા સાસ્તરી આંયા આયા સે. હબલાને ઈમણે કીધું સે કે લખમણિયો ભૂત પાસો આવવાનો તેં હેં ઈ હાચું સે? એ ભાઈ ટેમુ ચ્યાં સે ઈ સાસ્તરી.. મારેય પુંસવું સે. હું ઈમ કવ સુ કે લખમણિયાના ભૂતને મારા પંડ્યમાં મેકલોને બાપા. મારે ભૂત થાવું સે..!" રઘલા વાળંદે બે પગ વચ્ચે વલુરતા વલુરતા ટેમુની દુકાને આવીને કહ્યું.હબાની દુકાને લખમણિયા ભૂત નામના ફટાકડાની વાટ સળગાવીને બાબો અને ટેમુ હજી ઘરે પહોંચ્યા જ હતા. બાબો ટેમુના ઘરમાં ફ્રેશ થવા ગયો અને ટેમુ દુકાનમાં આવીને બેઠો એટલીવારમાં લ.ભુ.નો ફટાકડો બોંબ બનીને ફૂટ્યો હતો. હબાની દુકાને ઘડીકમાં તો લોકોનું ટોળું ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 3
ભાભા એ દુષ્ટ આત્માને ક્રોધથી ભરેલા લોચનોથી તાકી રહ્યા. શાસ્ત્રો ભણીને આવેલા પોતાના જ્ઞાની અને તેજસ્વી આભા ધરાવતા સત્યનારાયણ અવતારી પુત્રને બાબલા જેવા તોછડા નામથી બોલાવનાર એ માનવીને બાળીને ભષ્મ કરી દેવાનું એમને મન થયું. શ્રાપ આપીને એને માનવીમાંથી શ્વાન બનાવી દેવા એમની જીભ સળવળી પણ ખરી! પછી પુત્રના જ્ઞાન પર પિતાની કુચેષ્ટાનો દુષ્પ્રભાવ પડવાની બીકે ભાભાએ શ્રાપ આપવાનું માંડી વાળ્યું. વળી શેરીમાં જેટલા પણ શ્વાન હતા એ રાતે બિહામણા રુદન સ્વરો વહાવીને ભાભાની નિંદ્રામાં ખલેલ પહોંચાડતા હતા. એમાં એક પણ શ્વાનનો વધારો થાય એ ભાભાને પોસાય તેમ નહોતું."દુષ્ટ જાદવા..નીચ અને અધમ પાપી. તું તારી જીભડીને કાબુમાં રાખ. મારો ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 4
જાદવાએ બાબાનું અસલી રૂપ જોયું. અત્યારસુધી નીકળી રહેલા વિનંતીના સુર એકદમ આક્રમક બની ગયા. બાબો ક્યારનો જાદવભાઈ જાદવભાઈ કરતો પણ જાદવો એવા માનને લાયક હતો નહિ. શિષ્ટ ભાષાથી ટેવાયેલો નહોતો એટલે બાબા સાથે દલીલબાજીમાં ઉતર્યો.બાબાએ એને ગુંચવ્યો એટલે એણે મગજ ગુમાવ્યો હતો. બાબો પણ અસલ રૂપમાં પ્રગટ થયો હતો."તારી જાતના જાદવા..ક્યારનો સમજાવું છું તોય સમજતો નથી. તારે જાણવું જ છે ને? તો લે કહી દઉં કે તારા બાપનું છોલાવવા હું એ ખેતરમાં ગયો હતો. જા તારે જ્યાં ડૂચા મારવા હોય ત્યાં મારી દેજે. તારી વાત ગામમાં કોઈ માનશે તો ને! જા હાળા હાલતીનો થઈ જા.."બાબાએ જાદવાને ધક્કો મારીને ઘરની ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 5
સાંજે ચાર વાગ્યા પછી (રોંઢે) બાબો ટેમુનું એઇટી લઈ એની દુકાન તરફ જતો હતો. બરાબર એ વખતે ચંચો અને ટેમુને હુકમચંદ પાસે લઈ જવા જઈ રહ્યા હતા. બાબાએ ચંચાને પાછળથી ઓળખી લોધો. પણ ઓધો બહુ સંપર્કમાં આવ્યો નહોતો એટલે એ ઓળખાયો નહિ.બાબાએ એઇટીનું હોર્ન વગાડ્યું.એઇટી જેમણે ચલાવ્યું હશે એ લોકોને ખ્યાલ જ હશે કે સ્કુટરની કક્ષા કરતા પણ એ નીચી કક્ષાનું મોપેડ આવતું. એટલે હોર્ન પણ એ મુજબનો સાવ ધીમો વાગતો. ટીડીડીડીઈ ઈ ઈટ...ટીટ.. એટલો અવાજ તો માંડ એના હોર્નના ગળામાંથી નીકળતો. ગામડામાં એ હોર્ન વાગે કે ન વાગે, કોઈ ફરક પડતો નહિ. એટલે ટેમુએ એના એઇટીમાં એક્સ્ટ્રા હોર્ન ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 6
લાભુ રામાણી હજી કડેધડે હતા. પચાસ વટાવી ચુકેલું એમનું કલેવર હજી સ્ફૂર્તિમય હતું. ઉતાવળી અને ટટાર ચાલ, જાડા કાચના પાછળ ચકળવકળ થતી તીખી નજર, સુગંધી તેલ નાંખીને સુઘડ રીતે ઓળેલા વાળ, મોગરાની ખુશ્બુથી મઘમઘતા લીનન કોટનના શર્ટ પેન્ટ અને પગમાં લેટેસ્ટ સ્પોર્ટશૂઝ! ડો. લાભુ રામાણી શોખીન અને જીવનને જીવી લેનારો આદમી હતો. મોજીસ્તાનની આ સફરના પહેલા ભાગમાં આપણે આ લાભુ રામણીના કારનામાઓથી પરિચિત છીએ! ક્લિનિકની અંદર પાટ પર આંખો મીંચીને પડેલા ઓધાને જોઈ ડોક્ટરે નર્સ ચંપાને સવાલીયા નજરે જોઈ."એને બે પગ વચ્ચે કોઈ જનાવરે પાટુ મારેલ છે. કદાચ વૃષણ કોથળી પર વધુ વાગ્યું હોય તો એનો જીવ જોખમમાં હોય. ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 7
રવજી અને સવજીએ કરેણના ફૂલોની માળાઓ વડે ટ્રેક્ટર શણગાર્યું હતું. ડ્રાઈવર સીટની પાછળ આસન બનાવીને બાબાને બિરાજમાન કરવામાં આવ્યો આગળ ઢોલ નગારા અને શરણાઈવાળા સુરીલા સાજ બજાવતા હતા. પાછળ રવજી સવજીના કુટુંબની સ્ત્રીઓ ભગવાનના ગીતો ગાતી હતી. એ સ્ત્રીઓ પાછળ અડધા ગામના લોકો ચાલી રહ્યા હતા. પાદરમાંથી બાબાના સામૈયાનું આ સરઘસ ગામની મુખ્ય બજારે નીકળ્યું હતું. ના છૂટકે તખુભા, હુકમચંદ અને બીજા લોકો પણ સરઘસમાં જોડાયા હતા. પાદરેથી પંચાયત સુધી આ રસાલો લાવવાનો હતો. ભાભા છાતી કાઢીને સૌથી આગળ ચાલી રહ્યા હતા.બાબાની ના હોવા છતાં ભાભાના કહેવાથી રવજી સવજીએ બાબાનું ભવ્ય સ્વાગત કરવાનું મહાપુણ્ય કમાઈ લેવાનું નક્કી કર્યું હતું.ચંચો, ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 8
બાબાનો સન્માન સમારંભ પૂરો થયો.ગામલોકો બાબા પ્રત્યે અહોભાવ લઈને પોતપોતાના ઘરે ગયા. જાદવો અને ચંચો બહાર નીકળ્યા એટલે એ રાહ જોઈને ઊભેલા ટેમુએ એ બેઉને આંતરીને ઊભા રાખ્યા."તમે બેય સભામાં બેઠાબેઠા જે વાતું કરતા'તા ઈ મેં સાંભળી છે. હું તમારી વાંહે જ બેઠો'તો. તમારી દ્રષ્ટિએ આ ગામમાં કોઈ માણસ સારો નથી બરોબર? બાબાને, તખુભાને ને હુકમચંદજીને તમે બેય ગાળ્યું દેતા હતા ઈ મેં કાનોકાન સાંભળ્યું છે. તમે બેય કેવીના છો ઈ તો આખું ગામ જાણે છે!"જાદવો અને ચંચો ટેમુની વાત સાંભળીને ગભરાયા. જાદવો તરત બોલ્યો, "ઈ તો આ ચંચિયો ડોઢ ડાયો થાતો'તો. હું ઈને કેતો'તો કે બવ નો બોલ્ય. ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 9
રઘલાને દવાખાને લવાયો ત્યારે લાભુ રામાણી એમના કવાટર પર આવીને બેઠા હતા. નર્સ ચંપા સાંજની બસમાં બરવાળા જતી રહી દવાખાને કમ્પાઉન્ડર કમ પ્યુન ઉગો હાજર હતો. બંને પિંડીઓમાંથી વહેતુ લોહી જોઈ એણે તરત નિદાન કર્યું, "કૂતરાએ પિંડીયુના લોંશરા કાઢી નાયખા લાગેસ. આ કેસ આંય રીપેર નય થાય. ઝટ આને બરવાળા ભેગો કરવો પડશે નકર આને હડકવા ઉપડી જાતાં વાર નય લાગે. હું પાટાપિંડી કરી આલું.. હુવડાવી દયો બાંકડા ઉપર્ય.""અલ્યા ઉગલીના..તું દાગતર સો? નાજા દાનાને કૂતરું કયડયું'તું ઈ વખતે તો આંય જ અંજીસન દીધા'તા. ચ્યાં સે દાગતર? પેલા ઈમને જોવા તો દે.'' રઘલા સાથે આવેલા અરજણે કહ્યું."દાગતર સાયેબ... ઈમ બોલવાનું ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 10
દવાખાનામાં મચેલું દંગલ આખરે શાંત પડ્યું હતું. તખુભા અને હુકમચંદે ઉગલા, જાદવા અને રઘલાને દવાખાને લઈ આવનાર અરજણ વગેરેને દિવસે પંચાયતમાં હાજર થવાનો આદેશ આપીને મામલો થાળે પાડ્યો હતો.દવાખાનામાં બનેલી ઘટનાની તપાસ પદ્ધતિસર કરવાની હતી. જેનો વાંક હોય એને સજા કરવાની હતી. આવી નાની વાતમાં કેસકબાલા ન થાય એ માટે પંચાયતમાં જ સમાધાન કરી નાંખવાનું હતું.****"ઓ ભાઈ, આ મીઠાલાલ મીઠાઈવાળા ક્યાં રહે છે? એમનું ઘર કઈ બાજુ આવ્યું?" બસમાંથી ઉતરેલા એકજણે ચંચાને પૂછ્યું.સવારના અગિયાર વાગ્યા હતા. ચંચો સાવ નવરો હોય ત્યારે બસસ્ટેન્ડ પર આવીને બેસતો. ફુલાએ ત્યાં પાનનો ગલ્લો કર્યો હતો. માવો ચડાવીને બાંકડે બેઠેલા ચંચાને બસમાંથી ઉતરેલા એક ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 11
"અલ્યા આ ભગાલાલે તો ભારે કરી હો ટેમુ. બસમાંથી ઉતરીને મુંજાય જ્યા'તા. તે મને દયા આવી એટલે હું ઈમને ઘરે મુકવા આયો. ભારે કોમેડી કરે સે હો.."ટેમુએ ચંચાને સાદ પાડીને બોલાવ્યો એટલે એણે ઓટલો ચડીને હસતા હસતા કહ્યું. પણ ટેમું હસ્યો નહિ."ગામમાં વિદેશી આઈટમ કોણ રાખે છે ચંચિયા? મારા ભગા અંકલને જોશે. તારે જ લાવી આપવી પડશે.""અટલે તું સું કેવા માંગેસ? આયટમ અટલે માલને? આપડા ગામમાં એવી વિદેશી આયટમ થોડી આવે ભૂંડા.. તારા ભગાકાકા ઈમની બયરીને તો હાર્યે લાયા સ. ઈ હજી તો હાલે ઈમ સે કાંય ગઢા નથી. તોય શોખ તો હોય હો. દેશી મળી રેહે. ચનાનું બયરૂ ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 12
હુકમચંદને આવેલો જોઈ મીઠાલાલ મનોમન હસ્યો. અમસ્તો તો કોઈ દિવસ હુકમચંદ મીઠાલાલના ઘરે આવે નહિ. પણ લાલચ બુરી ચીજ ને! ટેમુએ જે ગોળ કોણીએ ચોંટાડયો હતો એને કારણે હુકમચંદે ભગાલાલ માટે ખાવા પીવા અને સુવાની પણ વ્યવસ્થા કરી હતી. વળી જો ભગાલાલ ઈચ્છે તો રાતને રંગીન કરી આપવાની પણ હુકમચંદે તૈયારી કરી હતી."આવો આવો હુકમચંદજી. આજ તો ભાઈ અમારા ઘરે તમારા પાવન પગલાં થ્યાને કાંઈ!" મીઠાલાલે હસીને આવકાર આપ્યો.હુકમચંદ, ભગાલાલ અને મીઠાલાલ સાથે હાથ મેળવીને ખાટલે બેસતા બોલ્યો, "ટેમુએ કીધું કે મેમાન આવ્યા છે એમને કાંક મોટું રોકાણ કરવુ છે. હવે આપડા ગામમાં તો એવા રોકાણનો વહીવટ સંભાળી શકે ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 13
તખુભાનો ફોન આવ્યો એટલે હુકમચંદ મુંજાયો. ભગાલાલ પોતાને ત્યાં આવ્યો છે એ વાત તખુભાને કોણે પહોંચાડી હશે એનો ખ્યાલ આવ્યો નહિ. હવે જો ભગાલાલને લઈને તખુભાની ડેલીએ ન જાય તો કદાચ તખુભા પોતે હુકમચંદના ઘરે આવી ચડવાના હતા. જો એમ થાય તો હુકમચંદની ગોઠવણ બગડી જાય એમ હતું."શું થિયું હુકમચંદજી? કોનો ફોન હતો? તખુભાનો? શું કે સે.." મીઠાલાલે હુકમચંદને મુંજાયેલો જોઈ પૂછ્યું."કોક હરામીનો તખુભા પાંહે જઈને ભસી આવ્યો લાગે છે. તખુભા કે છે કે મેમાનને લઈ ડેલીએ આવો. હવે કેમ કરવું? નહીં જાવી તો તખુભા આંય આવશે." હુકમચંદે મુંજવણ રજૂ કરતા કહ્યું.''અરે એમાં શું મુંજાઈ ગયા હુકમચંદ હાલો ને ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 14
ભગાલાલની વાતથી ડેલીમાં બેઠેલા દરેકજણ ભારે નવાઈથી ભગાલાલને તાકી રહ્યા. તખુભાએ આવડી મોટી કંપનીમાં ભાગ રાખવાનું મનોમન માંડી વાળ્યું. કે તખુભા જાણતા હતા કે લાંબા સાથે ટૂંકો જાય તો મરે નહિ પણ માંદો તો થાય જ! જાદવો, ખીમલો અને ભીમલો વધુ વિચારી શકવા સક્ષમ નહોતા. હુકમચંદ મુંજાયો હતો પણ એને ભગાલાલનો ભાગીદાર બનવાની ઈચ્છા હતી."હવે આમાં તો આપડો કાંય મેળ નય પડે ભાય. એરપોર્ટ બનાવવાનું ને મોટી મોટી કંપનીયું હારે હરિફાયું કરવાનું આપડું કામ નય. ભગાલાલ તમે ટાઢું ઉનું કરીને બેહો ઘડીક. પસી તમતમારે હુકમસંદને ભાગીદાર બનાવી દેજો. આપડું આમાંથી રાજીનામુ છે હો ભાય. આપડે ભલા ને આપડા ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 15
ચંચો હુકમચંદની રાડથી ગભરાયો. જલ્દી નીચે જવું પડે એમ હતું પણ એનો જીવ વહીસ્કીની બોટલમાં હતો. ચંચાએ હોલમાં નજર દીવાલની એક ખીંટીએ લટકતી કાપડની નાનકડી થેલી અને થેલીના નાકા સાથે બંધાયેલી દોરી જોઈ ચંચાની આંખો ચમકી. દોડીને એણે એ થેલી ખીંટીએથી ઉતારી. હુકમચંદ કદાચ કોઈ વસ્તુ બારોબારથી મંગાવવા માટે આ થેલીનો ઉપયોગ કરતો હશે. બજારમાં પડતી બારીમાંથી આ થેલી વડે કોઈ ચીજ મેડીમાં ખેંચી લેવાતી હશે. ચંચાએ વધુ વિચાર કર્યા વગર ફ્રીજમાંથી પેલી બોટલ ઉઠાવીને એ થેલીમાં નાંખી. બારી ખોલીને દોરી વડે એ થેલી બજારમાં ઉતારી. થેલી બજારની જમીનને અડી કે તરત ચંચાએ દોરી છોડી દીધી. દાદરમાં પડેલો મૂળિયો ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 16
જાદવાના ઘરમાં જડીએ બુમરાણ મચાવ્યું એ સાંભળીને ધૂળિયાએ તરત જ એની ડેલી ખોલી હતી. શું બન્યું છે એ સમજવાની કરતા ધૂળિયાએ ડેલી પાસે આવીને ઊભેલા ચંચાને જોયો. ધુળિયો કંઈ સમજે એ પહેલાં ચંચો જાદવાના ફળિયામાં દોડ્યો અને તરત જ પેલી થેલી લઈને પાછો વળ્યો. એ જ વખતે ત્યાં આવી પહોંચેલા પશવાએ ચંચાને પડકાર્યો. બંને વચ્ચે ગડદાપાટુ ચાલુ થયા એ ધુળિયો જોતો હતો. એ બેઉ પેલી થેલી માટે ઝગડતા હતા એટલે થેલીમાં કંઈક કામની વસ્તુ હોવી જોઈએ એમ સમજતા ધૂળિયાને વાર લાગી નહિ. પશવા અને ચંચા વચ્ચે જામેલું દંગલ ગામની બજારે ભેગા થયેલા લોકોએ શાંત પાડ્યું ત્યારે એ ટોળામાં ધુળિયો ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 17
ચંચો ચવાણું લેવા મીઠાલાલની દુકાને આવ્યો ત્યારે બાબો અને ટેમુ ત્યાં બેઠા હતા. ટેમુએ ભગાકાકાની ઓફર વિશે બાબાને જણાવ્યું કરોડપતિ ભગાલાલનો જમાઈ બનવામાં ટેમુને કંઈ વાંધો નહોતો પણ એને ઘરજમાઈ બનવું નહોતું.બાબાએ એની જ્યોતિષવિદ્યા વડે ટેમુના ભવિષ્યમાં મોટા શહેરનું સુખ ભાખ્યું હતું. વળી સ્ત્રીસુખની પણ ભવિષ્યવાણી કરી હતી. એ બેઉ આ અંગે વાતો કરતા હતા ત્યાં જ ચંચો ઉતરેલું મોં લઈને દુકાનનો ઓટલો ચડીને ઊભો રહ્યો."ટેમુભાય, કિલો તીખું ચવાણું મંગાયુ સ તમારા મેમાને. હાર્યે પાનસો ગરામ સીંગભજયાં પણ દેજે. હુકમસંદ તો ઠીક સે પણ માળા મેમાન શોતે સોખીન જીવડો લાગે સે." ચંચાએ કાઉન્ટરને ટેકો દેતા કહ્યું. પછી બાબાને જોઈ ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 18
હુકમચંદે લાંબો વિચાર કર્યા વગર ભગાલાલને પાંચલાખ રૂપિયા રોકડા આપી દીધા હતા. કારફેક્ટરીમાં ભાગીદાર બનવા અને આખા જિલ્લાની એજન્સી તલપાપડ થયેલા હુકમચંદે વિચારવા માંડ્યું. લોકો પૈસા રોકે તો એને પાંચ ટકા કમિશન મળવાનું હતું એટલે ગામમાં કોણકોણ પૈસા રોકી શકે એમ છે એનું લિસ્ટ પણ બનાવી નાંખ્યું. હુકમચંદને મીઠાલાલના ઘરે મૂકીને એ સીધો જ વજુશેઠને મળવા ગયો. હુકમચંદને ખબર હતી કે વજુશેઠ પાસે ઘણી મૂડી છે. વજુશેઠે હુકમચંદની વાત શાંતિથી સાંભળી. ધંધુકા જેવા વિસ્તારમાં આવો મોટો ઉદ્યોગ સ્થપાવાનો હોય તો એના વિશે કેમ કંઈ સાંભળવા મળ્યું નથી એ સવાલના જવાબમાં ભગાલાલે જે કહ્યું હતું એ હુકમચંદે જણાવ્યું. પણ વજુશેઠને ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 19
"બાબો તારી સાયકલ લઈ ગયો? અરે તો તો તું નસીબદાર કહેવાય દીકરા ચંચા! તારી સાયકલની હવે રોજ પૂજા કરજે. વાહન પર બાબાની કૃપા થઈ ગઈ. તને નથી ખબર પણ હે મુમુક્ષ પ્રાણી, બાબો કોઈ સામાન્ય પુરુષ નથી. હે કુબુદ્ધિ અને કદાચારલીન પ્રાણી તારા નસીબ આજે ખુલી ગયા. બાબો તો ભગવાન સત્યનારાયણદેવનો અવતાર છે. સત્યનારાયણ એટલે પોતે જ ભગવાન વિષ્ણુ! કળિયુગનો નાશ કરવા વિવિધ અવતારો લેવાનું ભગવાને વચન આપ્યું હતું. ગરુડ જેવું વાહન આ યુગમાં અલભ્ય ગણ્યું હોવાથી ભગવાન જ્યારે પણ જે વાહનની જરૂર પડે ત્યારે એ વાહનમાં ગરુડજીના પ્રાણ પુરશે. હે પામરપાપી જન ચંચા, તારું કલ્યાણ થઈ ગયું. હવે ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 20
બાબાની વાતથી હુકમચંદની લોભામણી સ્કીમમાં લપસવા તૈયાર થયેલા પોચા સાહેબ સજાગ થયા.'બાબાની વાત તો સાચી છે. આમ સાવ જોયા વગર કોઈના ભરોસે રૂપિયા રોકનારને રડવાનો જ વારો આવતો હોય છે. પહેલા થોડી જાણકારી મેળવી લેવી જોઈએ. હું તો શિક્ષક છું; થોડો કંઈ અભણ છું? જો હું હુકમચંદની વાતમાં આવીને પૈસા રોકીશ તો હુકમચંદ બીજા લોકોને લલચાવવા મારા નામનો ઉપયોગ કર્યા વગર રહેશે નહીં. લોકો 'પોચા સાહેબે રોક્યા છે તો વિચારીને જ રોક્યા હોય એટલે આપણે કંઈ વિચારવાની જરૂર નથી' એમ સમજીને ફસાશે.'"જુઓ પોચા સાહેબ, આ બાબલો તો હજી છોકરું ગણાય. એ ભણ્યો છે પણ કર્મકાંડનું. એને આવી ધંધાની વાતોમાં ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 21
ડીકીમાં પડેલા રૂપિયા સતારને લલચાવી રહ્યા હતા. બીબીની બીમારી માટે રૂપિયાની એને સખત જરૂર હતી પણ ક્યાંય મેળ પડતો કીડી કંઈ કોશનો ડામ ખમી ન શકે! સતાર નામની કીડીને એની બીબીની બીમારીનો ખર્ચો લાલચોળ ગરમ થયેલી કોશ જેવો જ હતો. જિંદગીના જંગમાં હારેલો માણસ આખરે ભગવાનને શરણે જ જતો હોય છે. સતારે પણ ખુદાની ઘણી બંદગી કરી હતી. ખુદાએ એ બંદગી સાંભળી હોય એમ હુકમચંદના બુલેટની ડીકી સુધી એને પહોંચાડ્યો હતો. એ ડીકીમાં પડેલા રૂપિયા સતારને મુંજવી રહ્યા હતા.'કદાસ ખુદા આવી રીતે દેવા માગતો હસે. કંઈ રૂબરૂ થોડો દેવા આવે? કે લે અલ્યા સતારીયા તારી બંદગીથી હું ખુસ થિયો ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 22
ગામમાં દાવાનળની જેમ ફરી વળેલી ભગાલાલની કાર ફેક્ટરીની સ્કીમ ડો લાભુ રામણી સુધી પહોંચી નહોતી. કારણ કે એ દિવસોમાં ગામમાં નહોતા. હુકમચંદના લિસ્ટમાં એમનું નામ તો હતું જ પણ જે રીતે સ્કીમેં અભૂતપૂર્વ પ્રગતિ કરી એ પછી ડોકટર જેવા ઘણા લોકોને મળવાની હુકમચંદને જરૂર નહોતી રહી. હવે તો એના હાથ નીચે એજન્ટોની ફોજ હતી. હુકમચંદ થડીયું હતો એટલે બધી જ શાખાઓમાંથી કમિશન ખેંચતો હતો.નગીનદાસ અને હબો હવે જાની દુશ્મન નહોતા. હબાની દુકાને પાનમાવા ખાવા આવતા લોકો આ સ્કીમની જ ચર્ચાઓ કરતા. અનેકના ફોર્મ હબાની દુકાને જ ભરાતા. હબાએ પણ પચીસ હજારના યુનિટ લઈ લીધા હતા જેની કિંમત હાલમાં ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 23
ભગાલાલે થોડીવાર પછી ફોન ઉપાડીને હેલો કહ્યું એટલે ડોકટરે "હેલો ભગાલાલ બોલો છો?" એમ પૂછ્યું."હાજી..ભગાલાલ જ બોલું છું. આપ ટેમુ અને બાબા સામે જોયું. પછી થોડી કડકાઈથી કહ્યું, "ભગાલાલ, હું ધંધુકા પોલીસ સ્ટેશનમાંથી બોલું છું. તમારા વિરુદ્ધ ફરિયાદ મળી છે; તમે બોગસ કાર ફેકટરીના નામે જે સ્કીમ ચલાવી રહ્યા છો એની તપાસ માટે ફોન કર્યો છે.""અરે સાહેબ શું નામ આપનું? મને ફોન કરતા પહેલા તમારે ડીવાય એસપી ઝાલા સાહેબને પૂછી લેવાની જરૂર હતી. કંઈ વાંધો નહિ; તમેં ઝાલા સાહેબને એકવાર પૂછી લેજો. એ તમને બધી જ વિગતો આપશે. હા, તો શું નામ છે આપનું?'' ભગાલાલે કહ્યું."ઓકે ભગાલાલ.." કહી ડોકટરે ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 24
ભાભાએ ઘરે જઈ ખાટ પર આસન લીધું ત્યારે બાર વાગવા આવ્યા હતા. ગોરાણીએ રસોઈ બનાવી નાંખી હતી. બાબો ટેમુ બોટાદ ગયો હતો એની ભાભાને ખબર હતી કારણ કે ટેમુની દુકાનનો માલ લેવા ઘણીવાર બાબો એની સાથે જતો. બપોર સુધીમાં બાબો આવી જાય તેમ હતો એટલે સાથે જ જમવાનું હતું. ગોરાણી પાણીનો લોટો લઈ આવ્યા એટલે ભાભાએ પૂછ્યું, "બાબો હજી નથી આવ્યો?''"કદાચ મોડું થાય તો તમે જમી લેજો એમ કહીને ગયો છે. તમને ભૂખ લાગી હોય તો થાળી પીરસું." ગોરાણીએ કહ્યું."થોડીવાર રાહ જોઈએ. પછી ફોન કરીને પૂછી લેશું; જો એને બહુવાર ન હોય તો સાથે જ જમીશું. મારે કંઈ ઉતાવળ ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 25
ભાભા ઘરે પહોંચ્યા ત્યારે બાબો એમની રાહ જોઈને જ બેઠો હતો. ગોરાણીને પૈસા રોકવા બાબતે બાબાને કહેવાની ભાભાએ ના હતી એટલે એમણે ગામમાં કંઈક કામે ગયા હોવાનું બાબાને કહ્યું હતું."બહુ વાર થઈ..તમે ક્યાં ગયા હતા? હું ક્યારનો તમારી રાહ જોઉં છું." બાબાએ પૂછ્યું."રવજીને ત્યાં ગયો હતો. એને ભાગવત સપ્તાહનું આયોજન કરવું છે તો મને બોલાવેલો. પછી વજુ શેઠ મળી ગયા, પરાણે મને એમના ઘરે લઈ ગયા. જમવાનો સમય થઈ ગયો હતો એટલે મેં ના પાડી પણ માને નહિ ને! બહુ આગ્રહ કર્યો એટલે હું ના ન કહી શક્યો. વજુશેઠને ત્યાં હું જમીને જ આવ્યો છું એટલે તમે મા ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 26
ટેમુ અને બાબો ગયા પછી ડોકટરે સ્કીમનો પર્દાફાશ કરવામાં રહેલા જોખમ વિશે વિચારવા માંડ્યું. ભગાલાલને જોયો નહોતો છતાં એ ખતરનાક હશે એનો ખ્યાલ ડોક્ટરને આવ્યો હતો. સમાજસેવા કરવા જતાં કદાચ જીવ પણ ગુમાવવો પડે. આવા લોકો પોતાના સ્વાર્થ ખાતર રસ્તામાં આવતા કોઈપનને કચડી નાંખવામાં માનતા હોય છે. ડોકટરે થોડીવાર વિચારીને એમના મોબાઈલમાં એક મેસેજ ટાઈપ કર્યો.અમદાવાદમાં ડોક્ટરને ઘણા સંપર્કો હતા. એમના ખાસ મિત્ર શિવલાલ પંડ્યાને ડોકટરે મેસેજ કરીને પોતે શૂટ કરેલો વિડીયો પણ મોકલી આપ્યો. થોડીવારે પંડ્યાનો ફોન આવ્યો એટલે ડોકટરે સ્કીમની તપાસ વિશે અથથી ઇતિ સુધી જણાવ્યું."રામાણી, મને એ સમજ નથી પડતી કે તું ડોકટર હોવા છતાં આવી ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 27
જગો ભરવાડ ડોક્ટરને લઈને એના ઘરે ગયો. આમ તો જગાનું ઘર દવાખાનથી કંઈ દૂર નહોતું. પણ ડોકટરનો ફોન લેવાઈ ત્યાં સુધી એ જીપને ગામમાં ફેરવતો રહ્યો. ગામના પાદરમાં જ ભરવાડો રહેતા. અને એ ભરવાડવાડામાં જ જગાનું પણ મકાન હતું. જગાની મા કંઈ માંદી નહોતી.જગાના મકાન ફરતે કાંટાળી વાડ હતી જેમાં કેટલાક ઘેટાં બકરાં ઊભા હતા. કેટલાક ઓસરીમાં ચડીને બેઠા હતા. એક લીમડાનું ઝાડ ફળિયામાં ઊભું હતું. એ ઝાડ નીચે બે ગાયો અને ચાર ભેંસો બેઠી બેઠી વાગોળી રહી હતી. ગાર માટીથી લીંપણ કરેલા ભોંયતળિયામાં કીડીઓ ને મકોડાઓ આંટા મારતા હતા. અને માખીઓ પણ બણબણતી હતી.જગાના બે છોકરા અને એક ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 28
બાબાએ ડોકટરનો મેસેજ જોયો. ડોકટરે કલાક પછી ફોન કરવાનું લખ્યું હતું. બાબાએ મેસેજનો સમય જોયો તો અડધા કલાક જેવું હતું. બાબાએ કલાક રાહ જોયા વગર તરત જ ડોક્ટરને કોલ લગાડ્યો. પણ ડોકટરનો ફોન સ્વીચઓફ આવતો હતો. બાબાના પેટમાં ફાળ પડી. તરત જ એણે ટેમુને ફોન લગાવીને ડોકટરના મેસેજની વાત કરી."ચાલ હું આવું છું; આપણે જગા ભરવાડના ઘરે તપાસ કરીએ." ટેમુએ કહ્યું.થોડીવારમાં જ ટેમુ એની એઈટી લઈને બાબાના ઘરે આવ્યો. એ વખતે બપોરના બે વાગી ગયા હતા. ગામની બહાર ભરવાડવાસમાં ટેમુ અને બાબો જગાના ઝાંપા પાસે આવ્યા. જગાની જીપ ત્યાં જ પડી હતી. ઓસરીમાં બેઠેલા ડોકટર ટેમુ અને બાબાને જોઈ ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 29
ભાભા હવે મુંજાયા હતા. ભેંસના શીંઘડા જેવી સ્કીમમાં પગ નાંખતા નખાઈ ગયો હતો. તખુભાને હા પાડતા પડાઈ ગઈ ને હવે જળોની જેમ ચોંટયા હતા. પૂછ્યા વગર જ તખુભાએ ફોર્મ ભરી દીધું હતું અને હવે બે લાખની ઉઘરાણી કરી રહ્યા હતા. બાબાથી છુપાવીને આ કામ કર્યું હતું એટલે બાબો પણ ખિજાવાનો હતો.હવે હુકમચંદને રોકવો જ પડે એમ હતો. ભાભા તરત જ હુકમચંદના ઘરે જવા ઉપડ્યા.ભાભા હુકમચંદના ઘરે પહોંચ્યા પણ હુકમચંદ ઘરે નહોતો. એની પત્નીએ પાણી આપીને ભાભાને બેસાડ્યા."બેન, હુકમચંદ મારો ફોન ઉપાડતા નથી. તમે જરીક ફોન કરીને મને આપો; મારે એમનું ખાસ કામ છે." ભાભાએ હુકમચંદની પત્નીને કહ્યું. હુકમચંદની પત્નીએ ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 30
ગામમાં શોક જેવું વાતાવરણ હતું. જાણે ઘરે ઘરેથી મૈયત ઉઠી હોય એવું જ. ભારે ગમગીનીભર્યા બોજીલ આવરણ નીચે આખું દબાઈ ગયું હતું. રસ્તે આવ જા કરતાં લોકો પણ એકબીજાને કશું પૂછતાં નહોતા કે નહોતા એકબીજા સામે જોતા. જે લોકો આ સ્કીમથી દૂર રહી શક્યા હતા એવા બહુ ઓછા હતા. છતાં એ લોકો ખુશ થવાને બદલે જેમણે પૈસા ગુમાવ્યા હતા એ લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખી રહ્યા હતા.'અમને તો ખબર જ હતી, અમે તો કીધું જ હતું..આવામાં કોઈ દિવસ ન પડાય, અલ્યા હજી તો ફેક્ટરીનું કંઈ ઠેકાણું નથી ને ભાવ શેનો વધે? મને તો પહેલેથી જ શંકા હતી...!' વગેરે વગેરે બોલીને ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 31
ગ્રામ પંચાયતમાં હકડેઠઠ મેદની ભરાઈ હતી. ઘણા સમય પછી આજે ગ્રામસભા મળી હતી. સ્કીમમાં છેતરાયેલા લોકો રૂપિયા પાછા મળવાની લઈને આવ્યા હતા.સ્ટેજ પર તખુભા, ભાભા, વજુશેઠ, પોચા સાહેબ અને ડોકટર લાભુ રામાણી બિરાજ્યા હતા. તખુભા ક્યારેય નહીં ને આજે જોટાળી બંધુક લઈને કેમ આવ્યા હશે એ કોઈને સમજાયું નહીં. રાતે આઠ વાગ્યે મિટિંગની શરૂઆત કરતા ડોકટરે ઊભા થઈ માઈક સંભાળ્યું."ભાઈઓ આજે મિટિંગ બોલાવવા પાછળ એક જ હેતુ છે. હેતુ એ છે કે આપણા ગામમાં જ નહીં પણ લગભગ આખા જિલ્લામાં કાર ફેક્ટરીની જે સ્કીમ ચાલી રહી હતી એમાં આપણે સૌએ સમજ્યા વિચાર્યા વગર બીજાના ભરોસે આપણી મહેનતના રૂપિયા લગાવ્યા.ભગો ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 32
મીટિંગ તો થઈ પણ લોકોની જે અપેક્ષા હતી એ પ્રમાણે મીટિંગમાં કંઈ નિર્ણય લેવાયો નહિ. બાબાએ કંઈક યોજના બનાવી વાત કરી પણ યોજના શું છે એ કહ્યું નહિ. પાછું ક્યારેય કશું પૂછવાની પણ મનાઈ ફરમાવી. એટલે સ્કીમમાં નાણાં ગુમાવનારા હતાશ હતા.તખુભાની ડેલીએ આવીને આજે જાદવો, ખીમો ને ભીમો આવીને બેઠા તો હતા પણ કોઈના મોં પર નૂર નહોતું."જાદવ રસોડામાં દૂધ પડ્યું છે. ચા તો બનાવ ભાઈ." તખુભાએ કહ્યું.જાદવો કમને ઉઠીને ચા બનાવવા ગયો. ગમે તેટલી કોશિશ કરવા છતાં કોઈના મનમાંથી સ્કીમ ખસતી નહોતી. તખુભા સામે બેઠેલા ભીમો ને ખીમો પણ ચૂપ હતા.થોડીવારે એક રીક્ષા તખુભાની ડેલી આગળ આવીને ઉભી ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 33
પોચાસાહેબ રૂપાલીને એમના ઠાઠિયા પર બેસાડીને લઈ ગયા એટલે જાદવો, ભીમો અને ખીમો હાથ મસળતા રહી ગયા. તખુભાને પણ જ ગમ્યું. આવું રૂપાળું માણસ આજુબાજુ હરતુંફરતું હોય તો એકલા જીવને જરીક ટાઢક રહેત એમ તખુભા વિચારતા હતા. તખુભા તો નખશીખ સીધા માણસ હતા પણ આખરે તેઓ પણ એક પુરુષ હતા. સ્વાભાવિક રીતે સુંદર સ્ત્રી દરેક પુરુષને ગમે એમાં એમનો કંઈ વાંક નહોતો.'આમ તો સારું જ થયું. હું કંઈ મારૂ ઘર એને ભાડે ન દઈ શકું. કારણ કે હું એકલો રહું છું ને એ પણ એકલી રહે તો ગામ વાતું કર્યા વગર રહે નહીં. વળી, વિશ્વામિત્ર પણ જો મેનકાના રૂપ ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 34
હેલો, મારા વહાલા વાચક મિત્રો!મને ખબર છે કે આપ સૌ મારાથી નારાજ રહેતા હશો કારણ કે હું નિયમિત રીતે નથી. શેરડીના સાંઠો ખાતી વખતે માંડ મજા આવે ત્યારે જ ગાંઠ આવે એમ આ મોજીસ્તાનમાં મોજ જામે જામે ત્યાં જ નવું પ્રકરણ આવતું બંધ થઈ જાય છે. આપ સૌનો વારંવાર રસભંગ થઈ રહ્યો છે એ હું જાણું અને સમજુ છું. પણ મોજીસ્તાનમાં આગળની વાર્તા રચવા માટે ઘણું વિચારવું પડે છે. કારણ કે ઉતાવળ કરું તો રસોઈ કાચી રહી જાય. પહેલા ભાગમાં તો શું હતું કે વાર્તા આખી તૈયાર હતી. આપ સૌને એમાં ખૂબ મજા આવી અને ભાગ 2 માટે ઘણા ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 35
"ધોરણ એક એટલે પહેલું પગલું! બાળકનું અભ્યાસની દુનિયામાં પ્રથમ કદમ. નાનું બચ્ચું એની માની ગોદમાંથી બહાર નીકળીને હાલતા ચાલતા પછી રમતા શીખે ને એ પછી તોફાન મસ્તી કરે, કાલું કાલું બોલે એટલે વાલું વાલું પણ લાગે. માબાપ એને લાડ લડાવે એટલે છકી પણજાય. પછી આવે ભણવા! નિશાળમાં એને ન ગમે. એકડો કરવો અઘરો લાગે, વારેવારે બાને યાદ કરે. રડ્યા કરે, પહેલા ભેંકડો ને પછી ઝીંણા રાગે! પીપી કરી જાય તો ક્યારેક ચડ્ડી પણ બગાડે. આવા બાળકને ભણવાનું મન ન હોય, એને રમવું હોય ત્યારે આપણે એની આંગળી પકડવાની છે; વ્હાલ કરવાનું છે. પ્રેમથી બાળકને પલોટવાનું છે. ધીમે ધીમે એની ...વધુ વાંચો
મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 36
પોચા સાહેબ લેંઘાના પાંયસા ઉપર ચડાવીને ટેબલ પર બેઠા હતા. છોલાયેલા ગોઠણ પર સ્પિરીટવાળું રૂનું પોતું ફેરવતા નર્સ ચંપાએ કેવી રીતે પડ્યા સાહેબ? મોઢું ને ઢીંચણ બેઉ છોલાયા છે એટલે મોંભરીયા પડ્યા લાગો છો."પોચા સાહેબ જવાબ આપે એ પહેલાં એમના ગોઠણમાં લ્હાઈ ઉઠી. મોંમાંથી દર્દનો ઉંહકારો નીકળી ગયો.પોચા સાહેબને ટેબલ પર સુવડાવીને ચંપાએ નાક પર રૂનું મુકતા કહ્યું,"સુઈ જાવ. નાક પણ છોલી નાંખ્યું છે. થોડું બળશે તો ખરું, પણ મટાડવા માટે ઘાવ સાફ કરવો પડે ને."ડો. લાભુ રામાણી એ જ વખતે દવાખાનામાં આવી પહોંચ્યા. એમણે પોચા સાહેબનો કેસ જોઈને કહ્યું."એમને ધનુરનું ઈન્જેક્શન પણ આપી દેજે ચંપા.""ના ના..મને ઈન્જેક્શન ના ...વધુ વાંચો