સાહસ (અંક 1) સેજલ કોલેજનાના કમ્પાઉંડના ચોકીદારની નાની કેબિન પાસેથી પસાર થઈ ત્યારે પોણા દસમાં પણ હજી બે મિનિટની વાર હતી. આજે તે કૉલેજ ઘણી વહેલી જઈ રહી હતી. હવે તે કૉલેજ તરફ, એટલે કે જમણી તરફ વળી. ચાલવાના કારણે લયબદ્ધ રીતે ડામરના રૉડ પર પડતાં તેના પગલાંનો અવાજ તેને જ સંભળાતો નહોતો કેમ કે તેનાં કાનમાં ઈઅરફોન હતાં. ઈઅરફોનનો સફેદ વાયર સેજલના લાલ ટોપથી જરા છેટો રહીને લસરતો જતો જીન્સ પેન્ટના એક ખીસામાં મૂકેલા મોબાઈલની ટોચ પરના ગોળ સોકેટમાં ઘૂસતો હતો, જે મોબાઈલના અવાજને છાનોમાનો સેજલના કાન સુધી લઈ જતો હતો અને કાનમાં એ સંગીતને વહેતું મૂકી દેતો
Full Novel
સાહસ - 1, 2
સાહસ (અંક 1) સેજલ કોલેજનાના કમ્પાઉંડના નાની કેબિન પાસેથી પસાર થઈ ત્યારે પોણા દસમાં પણ હજી બે મિનિટની વાર હતી. આજે તે કૉલેજ ઘણી વહેલી જઈ રહી હતી. હવે તે કૉલેજ તરફ, એટલે કે જમણી તરફ વળી. ચાલવાના કારણે લયબદ્ધ રીતે ડામરના રૉડ પર પડતાં તેના પગલાંનો અવાજ તેને જ સંભળાતો નહોતો કેમ કે તેનાં કાનમાં ઈઅરફોન હતાં. ઈઅરફોનનો સફેદ વાયર સેજલના લાલ ટોપથી જરા છેટો રહીને લસરતો જતો જીન્સ પેન્ટના એક ખીસામાં મૂકેલા મોબાઈલની ટોચ પરના ગોળ સોકેટમાં ઘૂસતો હતો, જે મોબાઈલના અવાજને છાનોમાનો સેજલના કાન સુધી લઈ જતો હતો અને કાનમાં એ સંગીતને વહેતું મૂકી દેતો ...વધુ વાંચો
સાહસ - 3
સાહસ (અંક 3) કોલેજમાં પ્રવેશતાવેંત જ સેજલે એક મૃતદેહ જોયો હતો. એ થઈ ગઈ હતી. ધવલે એને જગાડી હતી. કલાસની બહાર એક પ્રોફેસર જરા શકમંદ રીતે વર્તતા હતા. એમણે રાકેશ અને સચિન સાથે જરા વિચિત્ર વર્તન કર્યું હતું. રાકેશે અને સચિને દોડીને એ પ્રોફેસરને ઓવરટેક કરીને અટકાવ્યા. “ફોન ક્યાં લઈ જાઓ છો, સર?” રાકેશે પૂછ્યું. “અન દિલ્લગી તો આલો!” સચિને કહ્યું- "ઇના વગર માર નઈ ચાલ, સાહેબ." “આ બધી ધમાલ પૂરી થાય પછી લઈ જજે તારો ફોન.” પ્રોફેસરે વ્યગ્રતાથી રાકેશને કહી દીધું. "એવું કેમ, ...વધુ વાંચો
સાહસ - 4
સાહસ (અંક 4) રાકેશે એનો ફોન (અને સચિનની દિલ્લગી) ઝૂંટવીને ચાલતાં થયેલાં પ્રોફેસર ડામોરની પાછળ ચાલવાનું શરૂ કર્યું હતું. રાકેશ પ્રતાપ ડામોરથી પાંચેક ડગલાં પાછળ ચાલી રહ્યો હતો, જેથી તેને કોઈ શક ન પડે કે કોઈક મારો પીછો કરી રહ્યું છે. રાકેશ તેની પાછળ ચાલતો રહ્યો. પ્રોફેસર સીડીઓ ઊતર્યો અને જમણી બાજુ વળ્યો. રાકેશ તેની પાછળ થોડે દૂર ચાલતો રહ્યો. સચિન દોડતો રાકેશની બાજુમાં આવ્યો અને તેની સાથે ચાલવા લાગ્યો. બોલ્યો- “અલ્યા એય રાકલા, શું કર હ તું?” “તું અત્યારે શાંતિ રાખ.” “અલા પણ કે’તો ખરો ભૂડા.” તેણે કહ્યું- “હાવ આવું કરવાનું? કે’વાનુંય નઈ?” ...વધુ વાંચો
સાહસ - 5
સાહસ (અંક 5) સેજલે અને ધવલે જોયું કે સ્ટ્રેચરમાં મૂકીને લાશને હવે ખસેડાઈ રહી હતી. હવે એ બંનેએ ખૂબ જ સાવચેતીથી કામ લેવાનું હતું. નાનકડી અમથી ભૂલ પણ તેમને માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ હતી. પોલીસે હવે અહીંથી પોતાનો જાપ્તો હટાવી લેવાનું શરૂ કર્યું હતું. આ રહસ્ય ઉકેલવા માટે ક્યાંથી શરૂઆત કરવી એ વિશે તે બંને જાતજાતનાં તર્ક લગાડી રહ્યાં હતા. અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ ધવલ બોલ્યો- “આવા કોઈ કેસને ઉકેલવા માટે બનેલી ઘટનાઓ વિશે વધુમાં વધુ ઈન્ફર્મેશન હોવી જોઈએ.” સેજલે તેની બૅગ ખોલીને પેન અને ચોપડો કાઢ્યાં. એ બંને પાસે આ ...વધુ વાંચો
સાહસ - 6
પૂછપરછ પૂરી થઈ ગઈ હતી અને વૃંદા તેનો ફોન પાછો લઈ આવી હતી. હવે તે આ ચારેયને લઈને કોલેજની એક નિર્જન જગ્યા પર આવી હતી. એક લીમડા નીચે બેસી શકાય તેવા અલગ અલગ પથ્થરો પર પાંચેય જણાં ગોઠવાયા. જાણે પંખીઓ પણ તેમની વાત સાંભળવા માટે ચીં-ચીં બંધ કરીને શાંતિથી ડાળીઓની વચ્ચે લપાઈ ગયાં હતાં. સેજલે વૃંદાને પૂછ્યું- “તું આ કોલેજમાં ભણે છે?” “નથી ભણતી.” “એટલે...” કૌશલે ચોખવટ કરવા પૂછ્યું- “ભણતી જ નથી?” “ભણું છું.” વૃંદાએ કહ્યું- “મારી રીતે.” “કોઈ કોલેજ કે સ્કૂલમાં વધુ વ્યવસ્થિત રીતે ભણી શકાય.” કૌશલે કહ્યું. ...વધુ વાંચો
સાહસ - 7
વૃંદા ગઈ. ચારેય જણાં એક મિનિટ સુધી તો મૌન બેસી રહ્યાં. જાણે વૃંદા હજીય તેમની સામે બેઠી છે એવું લાગતું રહ્યું. વૃંદાનો અવાજ જાણે હજી એમના કાનમાં ગુંજતો હતો. વૃંદાનું મનોહર મુખ હજી એમની નજર સમક્ષ તરવરતુ હતું. વૃંદાને પાછી બોલાવવા માંગતા હોય એમ પંખીઓએ ટહુકારા શરૂ કરી દીધાં તો પણ એ ઝાડની નીચે બેઠેલા ત્રણેય છોકરાં ભાનમાં નહોતા આવ્યા. “શું કરીશું?” સેજલે પ્રશ્ન કર્યો. પેલાં ત્રણેય ઝબકયાં. “રોકાઈશું આજની રાત.” કૌશલે કહ્યું. “કઈ રીતે?” કૃશાલે પૂછ્યું- “એકેય યોજના સે તારી પાંહે?” “બનાવી દઈએ.” ધવલે કહ્યું- "તૈયાર થોડી પડી હોય? બનાવવી પડે!" ...વધુ વાંચો
સાહસ - 8
સમય- સાંજના સાત. કોલેજ ક્યારનીય છૂટી ગઈ હતી. કોલેજ છૂટી એ વખતે કૌશલ કૃશાલ મુતરડીમાં સંતાઈ રહયા હતા. પ્યુન બધું બંધ કરીને બહાર નીકળ્યા ત્યારે ધવલ અને સેજલ એક મોટા ઓટલા પાછળ લપાઈ ગયા હતા. એમણે કૌશલને ફોન કરીને કહી દીધું હતું કે હવે કોલેજ ખાલી થઈ ગઈ છે. બહાર નીકળવાની રાહ જોઇને બેઠેલા આ બંને સડસડાટ મુતરડીની બહાર આવી ગયા હતા. ઘણો બધો સમય પસાર કરવાનો હતો. લગભગ દોઢ કલાકથી કૌશલ અને કૃશાલ કોલેજમાં હતાં. આખીય કોલેજમાં એકદમ સન્નાટો હતો. ભયાનક શાંતિ હતી. જાતજાતના વિદ્યાર્થીઓથી ખદબદતી રહેતી અને એમના કોલાહલથી ગૂંજતી રહેતી કોલેજનું આટલું શાંત ...વધુ વાંચો
સાહસ - 9
દરવાજે આવી ઊભેલી એ કાળી આકૃતિ સામે કૌશલ અને કૃશાલ તાકી રહ્યા હતા ... એમના જીવ તાળવે ચોંટી હતા.... જીવન-મરણનો પ્રશ્ન આવી ગયો હતો અને...... એ ભૂતે બૂમ પાડી- “કુણ સે લ્યા?” “હેં?” કૌશલ અને કૃશાલથી એકસાથે બોલાઈ ગયું. એ કાળી આકૃતિએ સ્વીચબૉર્ડ તરફ હાથ લંબાવ્યો. ઘડીક આડેધડ સ્વીચો દબાવ્યા પછી લાઇટની સ્વીચ ઓન થઈ. ટ્યુબલાઈટ ચાલુ થઈ. પ્રકાશ પથારયો... ઘડીક આંખો અંજાઈ ગઈ. આંખો પટપટાવીને આ બંનેએ એ ભૂતને – એટલે કે એ માણસને ઓળખ્યો અને તેમનાથી બોલાઈ ગયું- “સચિન???” સચિને પણ આ બંનેને ઓળખ્યાં અને હસ્યો. દરવાજાની બહાર ડોકિયું કરીને ...વધુ વાંચો
સાહસ - 10
સેજલ અને ધવલ સાથેનો સંપર્ક તૂટી ગયા પછી અંદરના ચારેય મિત્રોએ કોન્ફરન્સ-કોલથી સંપર્કમાં રહેવાનું નક્કી કર્યું હતું અને કલાસની આવ્યા હતાં. ટૉર્ચનો પ્રકાશ દૂર ક્યાંક તેમને દેખાયો. કૌશલ અને કૃશાલ ડાબી બાજુથી- જીઓલોજીની લેબ બાજુથી મુખ્ય ઓફિસ તરફ ચાલ્યા અને રાકેશ તથા સચિન જમણી બાજુ- કેમેસ્ટ્રી લેબ તરફ ચાલ્યા. અંદર આવનાર માણસ પરબ તરફ ગયો. કૌશલ અને કૃશાલ ઝડપથી ચાલ્યા. ફોન પર સચિન અને રાકેશને સૂચના આપી કે એ માણસ આ તરફ વળ્યો છે. અંધકાર પૂરતો હતો. જરા દોડીને કૌશલ અને કૃશાલ કોલેજની ઓફિસ પાસે પહોંચી ગયા અને ધીમા પડ્યા. તેઓ ગભરાઈ રહ્યા હતા. ખબર નહોતી ...વધુ વાંચો
સાહસ - 11 (સંપૂર્ણ)
એ માણસ જેવો ચપ્પુ લઈને ઊભો થયો કે તરત જ તેના માથામાં મોટો પથરો ઘણા જોરથી ઝીંકાયો. સચિને બરાબર મોટો પથ્થર શોધ્યો હતો અને બરાબર મોકો જોઈને જોરદાર બળથી માથામાં માર્યો હતો. આ માણસને જબ્બર તમ્મર ચઢ્યાં અને તે લથડ્યો. એ જ સમયે રાકેશે એક મોટો તાર તેના પર નાંખ્યો. હવે કૌશલ અને કૃશાલ પણ ઊભા થયાં. ચારેયે થઈને આને બાંધી દીધો. બહારથી સેજલ અને ધવલ પણ આવી પહોંચ્યા. સેજલ આ માણસની બાજુમાં બેઠી અને બાકીના પાંચ મિત્રો બેભાન પ્રતાપ ડામોરને અંદર ઊંચકી લાવ્યા. છ મિત્રો ખૂબ ખુશ હતાં. વૃંદાની સૂચનાનું તેમણે બરાબર પાલન કરી જાણ્યું હતું. ...વધુ વાંચો