અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૫)

  • 2.5k
  • 2
  • 1.3k

ગતાંકથી.... દિવાકર ધીરે ધીરે ચાલ્યો ગયો. જુલી ત્યાં ઊભી ઊભી ઘવાયેલી નાગણની માફક ફુફાળા મારવા લાગી. હવે આગળ.... છેલ્લા બે દિવસથી રાજશેખર સાહેબ શરદીથી પીડાતા હતા. તે દિવસે સાંજે વ્યોમકેશ ઓચિંતો તેની સમક્ષ આવી પહોંચ્યો. રાજશેખર સાહેબે પથારીમાં સુતા સુતા પ્રશ્ન પૂછ્યો : "મિ.બક્ષી શી ખબર છે." વ્યોમકેશ કપાળ પરથી પરસેવાના બિંદુ લુછતો લુછતો બોલ્યો : "એક ડગલું આગળ વધુ છું ત્યાં સાત ડગલા પાછળ હટવું પડે છે. આજના સમાચાર રામલાલ ને લગતા છે. તે હોસ્પિટલમાં હતો ત્યારે એકવાર મેં તેની મુલાકાત લીધી હતી. તે વખતે તે માંદો હોવાથી મેં તેને બહુ વિગત પૂછી નહોતી. આજે સવારમાં હું તેને મળવા