પ્રેમની પરિભાષા

  • 2.8k
  • 2
  • 988

જગતમાં જે પ્રેમ શબ્દ છે ને, એ અલૌકિક ભાષાનો શબ્દ છે તે લોકમાં આવેલો છે. બાકી આપણા લોકો પ્રેમને સમજતા જ નથી. તેથી તો કબીર સાહેબે કહ્યું:        “પુસ્તક પઢ પઢ જગ મુંઆ, પંડિત ભયા ન કોઈ,         અઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોઈ”.         પ્રેમના અઢી અક્ષર, આટલું સમજે તો બહુ થઇ ગયું. બાકી પુસ્તક વાંચે તેને તો કબીરસાહેબે કહ્યું કે આ પુસ્તક તો પઢીને જગત મટી ગયું પણ પંડિત કોઈ થયો નથી, એક પ્રેમના અઢી અક્ષર સમજવા માટે. પણ અઢી અક્ષર પ્રાપ્ત થયાં નહીં ને રાખડી મર્યો. એટલે પુસ્તકમાં તો આમ જો જો કરે ને, એ