The Founder : ફિલ્મ રિવ્યૂMcDonald આખી દુનિયામાં અતિપ્રસિદ્ધ ફૂડ બ્રાન્ડ છે. આપ એના વિશે શું જાણો છો? ફટાફટ ઓર્ડર લેવા અને તૈયાર ફૂડ ઝડપથી ગ્રાહકને આપવું, ગાડી લઈને સીધું શોપની બારી નજીક પહોંચવાનું અને બારીમાંથી અડધો બહાર લટકીને ઓર્ડર મુજબ ચીજ આપતો સેલ્સમેન, દરેક શોપમાં એક સરખો ટેસ્ટ એટલે કે સ્ટાન્ડર્ડ જાળવવાની નીતિ વગેરે વગેરે...આ અતિવિશાળ અને અતિપ્રસિદ્ધ બ્રાન્ડ એમને એમ લોકપ્રિય નથી થઈ. ગ્રાહકને સારું, એકસરખું, ઝડપથી અને વાજબી ભાવે (ભૂતકાળની વાત છે હોં) ફૂડ આપવું વગેરે નિયમોની તીવ્ર ખેવના સાથે ઈ.સ.૧૯૪૦ માં બે સગાભાઈઓએ અમેરિકાના કેલિફોર્નિયાના સાન બર્નિન્ડો ખાતે એક શોપ શરૂ કરી. ચડઊતર બાદ પાંચેક ફ્રેન્ચાઈઝી પણ