પતિ પત્ની અને પ્રેત - ૪૦

(69)
  • 7.1k
  • 5
  • 3k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૦ નરવીરને ઝાડ પરથી ફળ તોડવાનો કોઇ અનુભવ ન હતો. તેને ઉત્સાહમાં ફળ તોડતો જોઇ નાગદા ખુશ થઇ રહી હતી. પોતાની વાત નરવીરને સાચી લાગી રહી છે એનો નાગદાને આનંદ હતો. નરવીર ફેંકતો હતો એ ફળ ઝીલીને નાગદા તેની સાથેના જીવનના સપના જોવા લાગી હતી. ત્યાં પગમાં કાંટો વાગ્યો હોય એમ એને ઝાટકો લાગ્યો. તે ચીસ પાડી બેઠી:"ઓ મા..." અને નરવીર ગભરાઇને ઝાડ પરનું સંતુલન ગુમાવવા લાગ્યો. તેણે ઝાડની ડાળીઓ પકડવાનો પ્રયત્ન કર્યો પણ અનુભવ ન હોવાથી સફળ ના થયો અને નીચે પટકાયો.નાગદા પગમાં કંઇ થતા એને બચાવવા દોડી ના શકી. તેને પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાનું