સોનલે મનીષાના ઘેર જવાની અને અર્ચનાને મળવાની વાત કરી તથા અર્ચના વિષે સોનલને કંઈક વાત કરી છે એ જાણ્યા પછી સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં સવાલ થયો કે, ઉદયની આત્મહત્યા અંગે અર્ચના કશુંક જાણે છે એ વાત મનીષા પણ જાણતી હોવી જોઈએ. મનીષા અને સોનલ વચ્ચે અત્યાર સુધી શું વાતચીત થઈ છે એ ખરેખર તો કોઈ જાણતું નહોતું. બધાં માટે એ અનુમાનનો વિષય હતો. સવારે સોનલ નાહીને તૈયાર થઈ ગઈ અને પછી સરોજબહેનને પૂછયું, “આન્ટી, નાસ્તાને હજુ પંદર મિનિટ લાગશે ને?” “હા, પંદર-વીસ મિનિટ તો ખરી જ. મનીષા નાહીને તૈયાર થઈ જાય એટલે નાસ્તો કરીએ.... અને