અમારી બધાની ચર્ચા ચાલી રહી હતી. બધા મને સમીર સાથે નિકાહ કરવા મનાવી રહ્યા હતા. પણ હું કોઈનું માનવા તૈયાર ન હતી. મારે કોઈ પણ સંજોગોમાં સમીર સાથે નિકાહ કરવા ન હતા. ત્યાં અચાનક રૂમમાં ધુમાડો આવવા લાગ્યો હતો. ધુમાડો ક્યાંથી આવતો હતો તે કોઈ ને ખ્યાલ ન હતો. બધા ઉધરસ ખાઈ રહ્યા હતાં રૂમમાં ધુમાડો ધુમાડો વ્યાપી ઉઠ્યો હતો. ધુમાડો તીખો હતો. જેનાથી નાક અને આંખમાં બળતરા થવા લાગી હતી. મને લાગ્યું કે હમણાં મારા પ્રાણ જતા રહશે. અને હું અહી પડી જઈશ. ત્યાં કોઈકે મારો હાથ ખેસીને મને રૂમની બહાર લઈ લીધી.