The Next Chapter Of JokerPart – 6Written By Mer Mehul અંકિતા વાસણ માંજતી હતી. તેનો નાનો ભાઈ પાર્થ બેઠકરૂમમાં ટીવી જોઈ રહ્યો હતો. તેની સાવકી માં ફોન પર કોઈની સાથે વાતો કરી રહી હતી. અંકિતાનાં ચહેરા પર આજે જુદી જ મુસ્કાન હતી. એ મુસ્કાન પાછળનું કારણ શું હતું એ ખબર નહિ પણ આજે એ ખુશ જણાતી હતી. વાસણ માંજીને અંકિતા પણ ટીવી જોવા બેઠકરૂમમાં ચાલી ગઈ. આજે કોઈ ગ્રાહક નથી આવવાનો એ વાત તેને અગાઉથી જણાવી દેવામાં આવી હતી. કદાચ તેની ખુશીનું કારણ એ પણ હોય શકે. ફોરમ કે જે તેણીની સાવકી બહેન હતી એ બાજુનાં રૂમમાંથી આવી