ભાગ : બીજોવીણા બેન એ સૌ પ્રથમ પાર્થિવને ગમતાં ફોર્મલ કપડાંનાં શોપ માં ગયા અને પાર્થિવ ને મનગમતા રંગ નાં શર્ટ અને એને અનુરૂપ પેન્ટ પીસ લીધાં. પાર્થિવ તો એક જ જોડી લેવાનું કહેતો હતો પણ વીણા બેન કહે કે ના રે એક તો નહીં ઓછાં માં ઓછી ત્રણ તો લેવાની જ છે. સાથે સાથે હરેશ ભાઈ એ પણ વીણા બેન ની પસંદગી ની ફોર્મલ કપડાં ની બે જોડ પોતાનાં માટે લીધી. હરેશ ભાઈ કહે, " અમને બંને ને આટલું વ્હાલ થી લેવરાવે છે તો અમે પણ તારાં શોપિંગ માં તને આટલાં જ વ્હાલ થી બધું લેવરાવશું." વીણા બેન માટે