વીરસંગનું મોત થાય છે. શ્યામલી અને. રૂકમણીબાઈ આ જોઈ ડઘાઈ જાય છે. બધાને અચાનક લાગેલા આ આઘાતથી સન્નાટો છવાઈ જાય છે. હવે આગળ... મંદિરના પટાંગણમાં શ્યામલી હિબકે ચડી છે. જનેતા રૂકમણીબાઈ ખોળામાં શબને લઈ કરૂણ આક્રંદ કરે છે. જુવાનસંગ પણ ધૂળમાં આળોટી કલ્પાંત કરે છે. જુવાનસંગની પત્ની શ્યામલીને સાચવવા મથામણ કરે છે કે ત્યાં જ દક્ષિણ દિશામાં આવેલી કાળી હવેલીમાંથી એક કાળો વાયરો ફુંકાયો હોય એમ બધી વિધવાઓ માથે કાળાં મટકા લઈ એ જગ્યાએ પહોંચે છે. ગામની તમામ નાની મોટી સધવા સ્ત્રીઓ હળવેથી દૂર ખસીને પોતાની નજર ઢાંકી દે છે. પોતાના સાડીના પાલવથી મોંને ઢાંકી પીઠ ફેરવી ઊભી રહે