ઔકાત – 13 લેખક – મેર મેહુલ બીજા દિવસની સવારે કેશવ જ્યારે શ્વેતાને કોલેજ લઈ જવા હવેલીએ પહોંચ્યો ત્યારે શ્વેતા તેનાં પપ્પા સાથે બહાર જવાની છે એવી કેશવને જાણ કરવામાં આવી. કેશવ ત્યાંથી સીધો કોલેજ જવા રવાના થઈ ગયો. કેશવ જયારે કોલેજ પહોંચ્યો ત્યારે રીટા અને સાધના પણ કોલેજ નથી આવ્યાં એ કેશવને માલુમ પડ્યું. ગૃપમાં કેશવ અને મીરા જ વધ્યા હતાં જે કોલેજમાં હાજર હતા. કેશવ મીરાને પસંદ કરતો હતો એટલે તેને એકાંતમાં વાતો કરવાનો સમય મળી ગયો એ જાણીને તે ખુશ થઈ ગયો. પણ મીરા કેશવથી કાલની ઘટના પર ગુસ્સે હતી. કેશવે પહેલા મીરાને મનાવવાનું નક્કી કર્યું.