શ્રદ્ધાને આજે ખૂબ ઉતાવળ હતી ઑફિસે પહોંચવાની , સવાર સવારમાં સાસુમાએ એક લાંબુ લચક લીસ્ટ આપી દીધું હતું સવારના નાસ્તા અને બપોરના જમવા માટેની વાનગીઓનું ! આજે એના લાડકા નણંદબા આવવાના હતા. બધું ફટાફટ મહારાજને સમજાવીને એમને સોંપીને નીકળતા નીકળતા ઘરે જ પોણા નવ વાગી ગયા હતા આજે. એટલે એને આજે બસની રાહ જોવાનું પોસાય તેમ ન હતું. ફટાફટ તે સોસાયટીના નાકે આવેલા રિક્ષા સ્ટેન્ડ પર પહોંચી અને જે પહેલી રિક્ષા મળી એમાં બેસી ગઈ. એ રિક્ષામાં પહેલેથી એક બહેન બેઠેલા હતા જેમણે એક અણગમા ભરી નજરે શ્રદ્ધા સામે જોયું અને નજર ફેરવી લીધી. પણ એ એક નજરમાં એમણે જાણે