પાઘડી બાંધવાની કળા

  • 9.1k
  • 1
  • 2k

પાઘડી અને સાફા બાંધવાની લુપ્ત થતી કલાને દેશ તેમજ વિશ્વકક્ષાએ પહોંચાડનાર અને આ પારંપરિક કલા વારસાને જીવંત રાખનાર કસબી / એક્સપર્ટ એવા જામનગરના શ્રી વિક્રમસિંહજી માનસિંહજી જાડેજા સાથે એક અવિસ્મરણીય અને યાદગાર મુલાકાત :--- પાઘડી બાંધવાની શરૂઆત ક્યાંથી થઇ તે વિશે ઇતિહાસના પાને ડોકયું કરી લઈએ. માથા ઉપર કઈક વસ્ત્ર, આવરણ પહેરવાની પરંપરા ભારતમાં વર્ષોથી ચાલી આવી છે. જોકે વિશ્વભરમાં ગ્રીક , રોમન, ફારસી, મોંગલ અને મુગલકાળમાં ઘણાબધાં ફેરફાર જોવા મળ્યાં અને અંગ્રેજોના કાળમાં તો વેશભૂષા જ બિલકુલ બદલાઈ ગઈ. માથા પર પહેરવામાં આવે છે તેને પાઘડી, સાફો, ફેંટો, ટોપી વગેરે કહે છે. દરેક વિસ્તારમાં પાઘડી અલગ અલગ