શેઠ સુમનરાય આજે ખૂબ ટેન્શન માં હતા. રાજકોટ માં એમની એકની એક દિકરી રીમાના પુત્ર ના લગ્ન હતા. એમણે પોતાની કારો અને ડ્રાઈવરોને અઠવાડિયા પહેલાં રાજકોટ મોકલી દીધા હતા. પોતાના માટે એક કાર અને એક ડ્રાઈવર રાખ્યા હતા. લગ્ન રવિવારે હતા. મુબઈ નું થોડું કામ પતાવવાનુ હતું અને નજીક ના સગા ઓને ખુદ જઈને આમંત્રણ આપવાનું હોવાથી સુમનરાય અને સુમિત્રાબેને ગુરુવારે જવાનું ગોઠવ્યું. ગુરુવારે નીકળવા ની તૈયારી કરતા હતા ત્યાં તેમના ડ્રાઈવર નો ફોન આવ્યો કે તેની પત્ની બિમાર હોવાથી તેની સાથે આવી શકશે નહીં. આથી સુમનરાયને ખુદ ને કાર ચલાવીને જવું પડે તેમ હતું. ડ્રાઈવર ની હા ના માં