અંતિમ વળાંક પ્રકરણ ૭ લગ્ન જીવનના દસ વર્ષ પુરા થયા બાદ ઉર્વશીની બાળક દત્તક લેવાની ફરમાઈશ સાંભળીને ઇશાન ખુશીથી ઝૂમી ઉઠયો હતો. “ઇશાન મારી ઈચ્છા છે કે જો કોઈ ઇન્ડીયન બાળક મળી જાય .. અને તેમાં પણ જો તે ગુજરાતી હોય તો વધારે સારું”. ઉર્વશીએ તેના મનમાં રમતી વાતની સ્પષ્ટતા કરી હતી. “ઉર્વશી, એ તો તો જ શક્ય બને કે આપણે ઇન્ડિયા જઈને અમદાવાદના જ કોઈ અનાથ આશ્રમમાંથી બાળકને દત્તક લઇ આવીએ”. હજૂ તો ઇશાન વાક્ય પૂરું કરે તે પહેલાં અચાનક મૌલિક આવી ચડયો. ઇશાનની વાત પરથી મૌલિકને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે બાળક દત્તક લેવા માટે