દૂરદર્શન પાર હમણાં જ ફિલ્મ 'રુઈ કા બોજ' જોઈ.રૂ ની ગાંસડી વજનમાં ખૂબ હળવી હોય પણ જો પાણી પડી ભીની થઇ જાય તો વજનદાર થઈ જાય.એક વિધુર થઈ પુત્રને સહારે જીવતા વૃદ્ધની વાત.અલગ અલગ ચારેય પાયા વાળો ખાટલો, પુત્રનાં લગ્ન વખતે સિવડાવેલી કફની, પૌત્રને બંડીનું ખીસું ફન્ફોસી અપાતી આઠ આની વ. ઘણું કહી જાય છે.વૃદ્ધ શરીરે ધીમેં ધીમે અશક્ત થઈ રહ્યો છે પણ ખુમારી એવી જ છે.દીકરો પિતા તરફ લાગણી ધરાવે છે પણ વહુને ધીમે ધીમે ડોસો ભારે પડવા લાગે છે. વાત ન સાંભળવી, ડોસાનું પહેલાં વહુને ખાટલો બહાર મુકવા કહી પછી ન ઊંચકાય તો પણ ઢસડી બહાર મુકવો વ.વૃદ્ધ