ભાગ -૧૩ ( આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમને સૃજનભાઈ મળે છે, વ્યોમ ભૂત બંગલા તરફ જાય છે હવે આગળ......) વ્યોમ ગામના એક અજાણી વ્યક્તિ સાથે નીકળી પડે છે પોતાના મુકામ તરફ. ગામના ભાઈ વ્યોમને ભૂત બંગલા સુધી લઈ ગયા. વ્યોમે બહારથી જોયું. એમાં બંગલા જેવું તો કશું હતું નહીં. બે માળનું સાદું મકાન હતું. રંગરોગાન કર્યું હોય તો કદાચ વ્યોમને સામાન્ય લાગે, સારું તો નહીં જ. હા પણ ફળિયું બહુ મોટું હતું ને ફરતે થોરની હારમાળા. થોરને રાત્રે જોઈએ તો હારબંધ સિપાહીઓ લાગે. એટલે જ કદાચ બધાએ આ જગ્યાનું નામ ભૂત બંગલો પાડી દીધું હશે. રસ્તામાં જોયેલા મકાનો કરતા