અપના બના કર અપનાયા નહિ : Out Of Loveકોણ કયારે કોને ચાહવા લાગે એ કોઈને ખબર હોતી નથી. અને ચાહનાર ખુદને પણ એ ખબર હોતી નથી. અને એમાં પણ લગ્ન પછી ઘરની ખીચડી છોડી બહારની બ્રેડ વધુ ભાવવા લાગે ત્યારે ખાનાર ખુદને ખબર નથી હોતી કે આ બ્રેડ કેટલો અપચો કરાવશે. પછી ઘરની ખીચડી પણ નહીં મળે. એટલે કે વાત છે લગ્ન પછી શરૂ થતાં અફેરની, આકર્ષણની…હોટસ્ટાર સ્પેશ્યલ પર રિલીઝ થયેલી વેબસિરિઝ “OUT OF LOVE” ગઈ કાલે જ પૂરી કરી. પાંચ એપિસોડની આ સ્ટોરી વજનદાર છે. ઘર ઘરની કહાની ઊપસાવતી આ સિરીઝ સત્યતાને દેખાડવામાં ઘણાં અંશે સાચી સાબિત થાય છે.