પ્રકરણ - 4 ટ્રેન જ્યારે બરાબર વેગ ધારણ કરી લે છે ત્યારે એવું લાગે છે કે તે મદમસ્ત બનીને ઝૂમી રહી છે! નિઃસંદેહપણે, એની અસર મુસાફરોને પણ થાય છે. બધાં ડોલવા લાગે છે. શરીર જેટલું ઊંચાઈ પર હોય તેટલું વધારે ડોલે છે. જો અપર-બર્થ પર સૂઈ જઈએ અને ટ્રેનનો વેગ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે હોય તો એવું લાગે કે આપણે ઘોડિયામાં સૂતાં છીએ અને સાવ ધીમે ધીમે મમ્મી ઝૂલાવી રહી છે. “અહીં ઊભા ઊભા જ બ્યોહારી જવું છે?” મારી અંદર ઘર કરી ગયેલી અવની બોલી- “આયોજકને આવી જાણ હોત તો સ્લિપર-ટિકિટનો ખર્ચ બચી જાત ને, યાર!” હું અંદર