આ તો મેન વર્સીઝ વાઈલ્ડ કે પછી વાઘ આવ્યો રે વાઘ?

(67)
  • 3.4k
  • 3
  • 1.6k

નાનપણમાં આપણે એક વાર્તા સાંભળી હતી અને કદાચ બધાને યાદ પણ હશે. એક ગોવાળિયો હતો. હજીતો એ પોતાની કિશોરવયમાં જ હતો પરંતુ પોતાના પિતાના હુકમથી કમને દરરોજ પોતાના ઘેટાં બકરા ચરાવવા જતો. એકવાર એને અણગમતા કામમાં ટાઈમપાસ કરવા મશ્કરી સુજી અને આસપાસનો વિસ્તાર પણ વળી જંગલનો હોવાથી એણે જોરથી બૂમ પાડી, “વાઘ આવ્યો રે વાઘ...જરા ધાજો રે ધાજો!” આસપાસના ખેતરોમાં ખેતી કરતા તમામ ખેડૂતો તેમનું કામ પડતું મુકીને પોતપોતાની ડાંગ લઈને ગોવાળિયા પાસે આવી ગયા અને જોયું તો એના બકરાં અને ઘેટાં આરામથી ચરતા હતા. ખેડૂતોને જોઇને પેલો ગોવાળિયો ખડખડાટ હસી પડ્યો અને કહ્યું કે એ તો મશ્કરી કરતો હતો.