આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા એના ને અભીના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે છે. આ તરફ આકાંક્ષા દવા કે કઈ પણ ન લેવાની જીદ કરી અભીને પણ આ લગ્ન માટે હા પડાવે છે. હવે આગળ.. ***** નથી માનતું દિલ તોય હામી ભરવી પડે છે, જીદ સામે કોઈની ક્યારેક નમી જવું પડે છે, હદ ક્યાં નક્કી થઈ છે ક્યારેય પ્રેમની, દર્દ હો છતાં હાસ્ય ધરી વાત માનવી પડે છે... અભીના આ શબ્દો સાંભળીને આકાંક્ષા ભાવનાઓમાં વહેવા માંડી. એની આંખમાં ખુશીના આંસુ આવી ગયાં. "બસ અભી હું તારા જવાબની જ રાહ જોતી હતી. હવે ઘરમાં બધાને આ વાત કહી દઈએ અને પછી તરત