-આરતીસોનીઝવેરચંદ મેઘાણીની નવલકથા તુલસી-ક્યારો જ્યારે વાંચી ત્યારે મારા મસ્તિષ્કને હચમચાવી ગઈ હતી.. ઓગણીસો ચાલીસના દાયકાની આ વાર્તામાં પ્રોફેસર સોમેશ્વર માસ્તરને મેઘાણી સાહેબે બખૂબી ઢાળ્યા છે... સોમેશ્વર માસ્તરની પુત્રો પાસેથી કોઈ જ અપેક્ષા નથી હોતી. અને પુત્રો સાથે ઘરમાં તાલમેલ સાંધી એમના જીવનને ડામાડોળ થતું અટકાવવા માટે સતત પ્રયત્નો પર પ્રયત્નો કરતાં રહે છે.. મોટા પુત્રનુ દેહાંત થતાં વિધવા વહુની સંભાળ રાખવાની જવાબદારી શિરે આવી પડી હોય છે.. નાનો પુત્ર વિરસુતના લગ્ન એ હાઈસ્કૂલમાં ભણતો હોય છે ત્યારે જ થઈ ગયા હોય છે, એટલે એની નગમતી છોકરી સાથે લગ્ન કરાવાતાં ગામડે આવવાનું ટાળતો રહેતો હતો. તેથી નગમતી ગામડીયણ પુત્રવધુ આવા એકલતા ભર્યા જીવનમાં