कोई हमदर्द ना था,कोई भी दर्द ना था,अचानक एक हमदर्द मिलाफिर उसी से हर दर्द मिला।દક્ષને તે દિવસ યાદ આવ્યો. તે દિવસે બંન્નેની આંખો ભીની થઈ ગઈ હતી. પણ કોઈએ એકબીજાને અણસાર પણ ન આવવા દીધો. કોલેજના બીજા વર્ષનો છેલ્લો દિવસ હતો અને મે વેકેશન હતું. મહેક એની નાનીના ઘરે જવાની હતી. આ વખતે દક્ષ પણ આ શહેરથી થોડા દિવસ માટે દૂર જતો રહેવાનો હતો. મહેક દક્ષ ને ખૂબ યાદ કરતી હતી. પોતાની જાત સાથે લડતી રહી કે તે જ દક્ષ પર વિશ્વાસ ન કર્યો. દિલ દક્ષની વાત પર વિશ્વાસ કરતું અને દિમાગ કહેતું કે જે જોયું તેનું શું? મહેકના