તમને ઈશ્વરનો ભય લાગે ખરો... ખરેખર માણસજાતને જોઈએ તો ખ્યાલ આવશે કે લોકો ઈશ્વર પાસે ભિક્ષુકની જેમ જ ઊભા હોય છે. કેટલાક મંદિરોની બહાર તો કેટલાક મંદિરોની અંદર. બહાર બેસનારમાં તો એટલી હિંમત છે કે, તે ખુલ્લેઆમ ભીખ માંગે છે. મંદિરની અંદર ઊભા રહેનાર તો ધીમેથી, કોઈને સંભળાય નહીં એમ મનોમન ઈશ્વરને લાંચ આપવાની શરતે ભીખ માંગતો હોય છે. (પેટા) ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર, તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર. સૌમ્ય જોશીની આ પંક્તિ માણસ અને ઈશ્વરના સંબંધને સુપેરે રજૂ કરે છે. માણસ જ્યારે મુશ્કેલીમાં હોય, તકલીફ હોય, દુઃખ હોય ત્યારે ઈશ્વરને શોધે અને