એક સ્ત્રી જ એમ વિચારે કે દીકરી નથી જોઈતી તો તેનાથી મોટી મૂર્ખામી અને કરૂણતા બીજી કઈ હોઈ શકે. દીકરીની અનિચ્છા દર્શાવતી સ્ત્રીઓ એક વખત પણ નથી વિચારતી કે તેમના મા-બાપે પણ આવી જ જીદ કરી હોત તો આજે તેમનું અસ્તિત્વ હોત. અમારી સોસાયટીમાં છેલ્લાં કેટલાક સમયથી અનોખી ચર્ચા ચાલી છે. મારી દીકરી અને તેની ઉંમરની કેટલીક છોકરીઓ ચર્ચા કરતી હતી. અનાયાસે આ ચર્ચા મારે કાને પડી. મને તેમની વાતમાં રસ પડ્યો એટલે હું ગાર્ડન પાસે આવેલા બાકડે ઉંધો બેસી ગયો. દિવ્યા નામની એક દીકરી કહેતી હતી કે, મારે સાસરે નથી જવું કારણ કે ત્યાં આપણી કોઈ વાત માનતું