અભિવ્યક્તિ અને અનુભૂતી વચ્ચેનો તફાવત...

  • 2.8k
  • 3
  • 989

થોડા દિવસ પહેલાં એક કોફી શોપમાં બેઠો હતો. ત્યાં આસપાસ અનેક યુગલ બેઠા હતા અને ઘણા સિંગલ લોકો હતા જે મારી જેમ કોઈની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન મારી બરાબર પાછળ બેઠેલી છોકરીએ તેની સાથે આવેલી મિત્ર સાથે વાતો કરવાની શરૂ કરી. રોશની નામની આ છોકરીએ પોતાના ફિયાન્સ રોહિત વિશે એલફેલ બોલવાનું શરૂ કરી દીધું. વાત એવી હતી કે રોહિતે દિવાળી દરમિયાન રોશનીને કેટલીક વસ્તુઓ ગિફ્ટ આપી હતી. બંનેની સગાઈને એક વર્ષ પૂરું થયું હોવાથી રોહિતે આ ગિફ્ટ આપી હતી. ગિફ્ટ બધી બરાબર હતી પણ તેમાં રોશનીએ માગેલી કેટલીક વસ્તુઓ નહોતી તેમ રોશની અને તેની મિત્રની વાતચીત ઉપરથી લાગતું