જિંદગીનું સર્કસ : જીના યહાં... મરના યહાં...

  • 2.9k
  • 1
  • 1.1k

આપણી સાથે રહેલી વ્યક્તિ ગમે તેવી કપરી સ્થિતિમાં આપણો હાથ નહીં છોડે તેવો વિશ્વાસ આવી જાય પછી આપણે ગમે તેવી છલાંગ લગાવવા તૈયાર થઈ જઈએ છીએ. તેમાં સાથ આપનાર વ્યક્તિની જવાબદારી બેવડાઈ જાય છે. તેણે પોતાનું સંતુલન જાળવીને બીજાની જિંદગીને પણ ટકાવવાની છે. આ જવાબદારી કદાચ સ્ત્રીઓ સારી રીતે નિભાવી જાણે છે. जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ जी चाहे जब हमको आवाज़ दो हम हैं वहीं हम थे जहाँ जीना यहाँ मरना यहाँ... સર્કસ શબ્દ વાંચતા, સાંભળતા કે પછી જોતાં તરત જ ચેતાતંત્ર એક્ટિવ થઈ જાય અને વિવિધ કરતબો કરતી વ્યક્તિઓ આંખની સામે તરવરવા લાગે.