ઉપવાસમાં અને ખાસ કરીને અગિયારસમાં સાબુદાણાની વાનગીઓ ઘરમાં અચૂક બને છે. સાબુદાણાની ખીચડી અને વડા સામાન્ય રીતે વધુ બને છે. આમ તો સાબુદાણાના વડાની પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. પરંતુ એ સિવાય પણ બીજી ઘણી વાનગીઓ છે, તેનું સંકલન આ ઇ બુકમાં કર્યું છે. જે તમારા ઉપવાસને યાદગાર બનાવશે.