અધુરા અરમાનો-૨૫

(34)
  • 3k
  • 1
  • 1.1k

એક શુક્રવારની શુભ સવારે જેસલમેર પહોચ્યા. રાજસ્થાન ભલે વેરાન, સૂકી ભૂમિ કહેવાતી હોય, પરંતું અહીં ઉપરવાળાએ અનેક જગ્યાએ ખોબલે-ખોબલે ખમીરવંતું શૂરાતન અને મઘમઘાટ કરતું શાનદાર સૌદર્ય વેર્યું છે. ચોમાસામાં અહીંના ડુંગરાનું સૌદર્ય તન મનને તાજગીસભર બનાવી મૂકે એવું. દિવાળી ટાણે એટલે કે વરસાદ જ્યારે ડુંગરાઓને નવડાવી લે એ પછીના સમયમાં જો અહીંની અરવલ્લીની ગિરિમાળાઓમાં ઘૂમીએ તો એમ જ લાગે જાણે હિમાલયની ગોદ ખુંદી રહ્યાં ન હોઈએ! સૂર્ય હેમખેમ ઉદય પામી ચૂક્યો હતો. મશરૂમ વાસંતી સવાર એના કોમળ કિરણોને નવરાવી રહી હતી. એ જ વેળાએ પવન ગજબની તાજગીથી સારા સંસારને બહેકાવી રહ્યો હતો. પ્રકૃતિ વસંતના વહાલભર્યા વધામણા લઈને માનવસહિત સમગ્ર સૃષ્ટિને મહેંકાવવા રમમાણ હતી.