અક્ષી એક મેગેઝીનના કવરપેઇજ માટેના મોડલિંગમાં સિલેક્ટ થઈ ગઈ. અને એનું મુખ્ય આકર્ષણ હતું તેની આંખો...શું બોલકી આંખો હતી અક્ષીની !! અને જ્યારે એ એની મોટી મોટી આંખો પર આઈલાઈનર લગાવતી ત્યારે તો એની સુંદરતામાં ચાર ચાંદ લાગી જતા.અક્ષીની આંખો સામે એક વખત નજર કરીએ તો તેના સમગ્ર વ્યક્તિત્વનો પરિચય થઈ જતો.આમ તો તે આખી જ સુંદર હતી.તેનો ગોરો રંગ, તેની ચાલવાની ઢબ, તેના સુંદર લાંબા વાળ અને સૌથી વધુ સુંદર તેનું નિર્મળ હાસ્ય...તેનું વ્યક્તિત્વ પાણીના રેલા જેવું નિર્મળ દેખાતું હતું.પણ આંખ નો આકાર, કીકીઓ,પાંપણ,ભ્રમણો સૌથી નયનરમ્ય હતા. તેની આંખ એટલી નાજુક પતંગિયા જેવી હતી