મનની આંટીઘૂંટી - 6

(44)
  • 4.4k
  • 5
  • 1.7k

‘મનની આંટીઘૂંટી’ એ સત્ય ઘટના પરથી પ્રેરણા લઈ, કલ્પનાના રંગોથી રંગેલી નવલિકા છે. જ્યારે મેં અંગ્રેજી ન્યૂઝમાં આ ઘટના વાંચી ત્યારે મારા રૂંવાડા ખડા થઈ ગયેલા. એજ ક્ષણે મેં મનમાં નક્કી કરી લીધું કે, આ સ્ત્રીની જીવન-કહાની તો હું દિલ ફાડીને લોકો સામે રજૂ કરીને જ રહીશ! આ વાર્તા શાના વિશે છે એ કહીશ તો વાર્તાની મજા મરી જશે. બસ એટલું જ કહીશ કે, આ વાર્તા એક ગામડાની મજૂરવર્ગ સ્ત્રીની છે. તેના જીવનની કહાની એ સાબિત કરી બતાવે છે કે કોઈ પણ સ્ત્રી સ્વનિર્ભર બની સ્વમાનભેર ગર્વથી જીવી શકે છે. આ કહાની વાસ્તવિકતાની ધરાતલ પર ખેડાયેલી છે. હ્રદયને સ્પર્શી જાય અને મનમાં ઊંડી છાપ છોડી જાય એવા પાત્રો, સંવાદો અને વર્ણન આ કહાનીમાં તમને વાંચવા મળશે. ગામડાની કહાની છે એટ્લે પાત્રોના સંવાદો પણ તળપદી ભાષામાં જ લખ્યા છે. સતત એક પછી એક પ્રકરણ વાંચવા મજબૂર કરી રાખે એવી રસપ્રદ અને રમાંચક કહાની છે. અને હા, આ એક ‘લવ સ્ટોરી’ પણ છે...! એમેઝોન કિન્ડલ પર આ પુસ્તક ઉપલબ્ધ છે.