Am a literature lover since childhood , love to read stories and new articles and believe into constant learning. Reading ad writing are something, which contribute most to it. Am sure , Matrubharti, would provide me a with platform to update my knowledge and improve my capabilities .

હું યાદ કરું તમને તો દોડી ને આવજો
પડે તમારી જરૂર તો દોડી ને આવજો !

ગાયબ તો એમ થાવ છો,
જાણે વાદળ પાછળ છુપાયેલ ચાંદ
હું સાદ પાડું તમને તો દોડી ને આવજો !


:- પ્રિય ધૂળજી ને માલકિન તરફ થી પ્રેમપત્ર😜

વધુ વાંચો

કે ક્યાં થી આજ સફાળી બેઠી થઇ સંવેદના
કે અજાણતાં જ આજ જાગી ગઈ વેદના
લાગણી ના મૂળ તો વાટી ને દીધાં 'તા દાટી
તો ય કેમ કરતાં ઉગી ગઈ લતા થઈ વેદના
આ ભીની પ્રેમ ની કૂંપળો કેમ કરું સુકવું
કે વાસંતી વાયરા ને ય વીંધી ગઈ વેદના
હું પરોવું જીવ જેમાં, એમને નથી મારી ખેવના
કે ઉછાળી ને લાગણી હું ઝીલી ગઈ વેદના
દ્વાર હોય રૂદિયા ને, હું કરી લઉં સજડ બંદ
કે બંદ બારણે ય ટકોરા મારી ગઈ વેદના

વધુ વાંચો

વરસાદી સવારે મોર્નિંગ વોક 👣
.... વાદા તો નિભાયા..

વિક્રમ સંવત ૨૦૭૬ માં નવા વર્ષ ના દિવસે મને પણ ઝનૂન ઉપડ્યું કે આ વર્ષે તો શરીર માટે કંઇક કરવું જ છે. પણ હમણાં મીઠાઈઓ પતવા દો, પછી વાત. છેવટે, લાભ પાંચમ ના દિવસે મૈં ને ખુદ સે વાદા કિયા કે અબ સે હર રવિવાર કો મેં વોક પે જાઉંગી, ચાહે કુછ ભી હો જાયે.

એના ભાગ રૂપે આજે સવારે નવા શૂઝ પહેર્યાં અને વોક માટે નીકળી. બહાર જોયું તો ફરફર વરસાદ ચાલુ હતો. છટ.. એટલા માં શું બીવાનું !. ને આપણે ગાર્ડન બાજુ પ્રયાણ કર્યું. ત્યાં તો વરસાદ વધ્યો. પલળી જવાય એટલો બધો ! એક ઝાડ નીચે ઊભા રહી અને ભગવાન ને મેં પ્રાર્થના કરી, કે આમ હું તમને મોટી બાબતો માં ડિસ્ટર્બ કરતી નથી , માટે ફાસ્ટ ટ્રેક ક્વોટા માં મારી નાની બાબત ની પ્રાર્થના સ્વીકારો. આ વરસાદ બંદ થાય, ને હું મારો વાયદો પૂરો કરું.

ભગવાને ઇન્સ્ટન્ટ જ, મેગી ની જેમ પરિણામ આપ્યું અને વરસાદ ધીમો થયો. મેં પણ ધીમા અને મક્કમ પગલે ગાર્ડન બાજુ પગ ઉપાડ્યા. હવે ભીનાં રસ્તા, કાદવ, કીચડ વગેરે નું સુંદર પ્રભાતી સૌન્દર્ય માણ્યા વગર છૂટકો જ નહોતો. ત્યાં રડ્યા ખડ્યા માણસો જ આવેલા, અને મોટા ભાગે બધા ઘરડાં ડોસા કાકાઓ..ખાલી એમની પત્નીઓ જ આવા વરસાદ માં એમને છત્રીઓ સાથે મોકલી આપે. મારા જેવું યંગ અને બ્યુટીફુલ તો કોઈ આવ્યું નહોતું. એક સાથે ઊભા રહી ને બધાં સેલ્ફી નો પ્રયત્ન કરતાં હતાં પણ સેલ્ફી માં ક્યાં એમના ફેસ આવતા, ક્યાં ખાલી છત્રીઓ ! ત્યાં તો પાછો ફુલ્લ વરસાદ ચાલુ થયો.

ત્યાં દૂર સુંદર મોર દેખાયો, પણ અે સ્થિર બેઠો હતો. જાણે કહેતો હોય કે હવે હું કંટાળ્યો છું, હું નથી નાચવાનો, બસ ! એક ભાઈ હુ ઉ ઉ ઉ ઉ... યે શામ મસ્તાની.. મોટ મોટે થી લલકારી રહ્યા હતા. બીજા ભાઈ આજા સનમ મધુર ચાંદની મેં હમ...એમ સવારે ગઈ રહ્યા હતા. એક બેન રોજ કૂતરા ને દૂધ પાવા કોથળીઓ લઈ ને આવતાં, પણ આજે બુદ્ધિશાળી કૂતરા વરસાદ માં પલળવા નીકળ્યા જ નહીં ને..

ચાલી ને બહાર આવી તો નાસ્તા અને સૂપ માટે લારીઓ પર યંગ અને બ્યુટી ફૂલ ની લાંબી લાઈનો હતી. હું નિસાસો નાખી ઘર બાજુ વળી. બેલ મારી તો પતિદેવે બારણું ખોલ્યું અને મને લથપથ જોઈ ને પૂછ્યું, ' શું થયું ? ' . મેં પણ જવાબ માં કાકાઓ ની અસર માં ગીત લલકાર્યું .. બચતે બચાતે.. છુપતે છુપાતે.. તુમ ક્યાં જાનો કૈસે આઇ.. વાદા તો નિભાયા..

એમણે આશ્ચર્ય થી બાલ્કની માં જોયું. ઉપર સૂરજ મીઠું મરકતો હતો. ને તડકો જીભડો કાઢી ને મને ચિડવતો હતો .

વધુ વાંચો

ઉત્સાહ અને ઉમંગ ઉગાડી ગઈ આ દિવાળી
એકમેક ના દિલ ના દિવા પ્રગટાવી ગઈ આ દિવાળી !!
જોયા નહોતા વર્ષો થી, કંઇક ચહેરા જાણીતાં;
બસ થોડી વાર માટે ય એની ઝલક દેખાડી ગઈ આ દિવાળી !!
લૂંટો અમાસે આનંદ , પાછળ આવશે જ અજવાળી રાત;
અવિરત આશા ના કિરણો જગાડી ગઈ આ દિવાળી !!

વધુ વાંચો

રોટલા ને ડુંગળી ની મિઠાશ એના પર મરકાય છે
મોટા પેટ પાછળ સૂકું સલાડ શરમાય છે
ખુલ્લું આકાશ અને તારા એને ચીડવતા જાય છે
એસી રૂમ માં ઊંઘ ની ગોળી વગર ક્યાં સુવાય છે
પ્રસંગો ની જ્યાફત ભુલાઈ, મિત્રો ની સંગત છૂટી
હિંચકે ઝૂલતી એક કપ ચા એકલી જ ઠંડી થાય છે
શું પામ્યું શું ગુમાવ્યું ના ગોથા માં જ જીવન અટવાય છે
જો ને પેલો સામે ઊભો કેવો હરખાય છે
હા ....અહીંયા એની જ તો વાત થાય છે

વધુ વાંચો

મને શું ગમે .......

૧. મને ગમે... લોંગ ડ્રાઈવ પર સ્કૂટર ઉપર જવાનું .. જો પાછળ બેસી ને જવા મળતું હોય તો..
૨. મને ગમે... લોંગ ડ્રાઈવ પર કાર માં જવાનું.. આખા રસ્તે પતિદેવ ને ઘર ની ટિક ટિક થી વાકેફ કરાય કારણકે ઘરે તો ટીવી જોવામાં જ પડ્યાં હોય..
૩. મને ગમે ...જુદા જુદા પ્રકારના exhibition માં ફરવાનું.. પતિદેવ કામ કરે તો કોકે તો ખર્ચા કરવા પડે ..
૪. મને ગમે... મૂવી જોવા જવાનું.. સાંજ ની રસોઇ બનાવવા માંથી તો છુટકારો મળે...
૫. મને ગમે જુદી જુદી રેસ્ટોરાં માં જઈ ને જમવાનું ... આપણી રસોઈ માં થી તો વાંધા ના કઢાય..પણ અહીં તો એ મસ્ત મોકો મળે ને..
૬. મને ગમે..રોજ કીટ્ટી પાર્ટી કરવાની.. બીજા ની પંચાતો કરવા મળે ને..આમ નવે નવ રસ માણવા જોઈયે.. પણ સૌથી મીઠો નિંદારસ પણ અહીં બેફામ માણવા મળે..
૭. મને ગમે..મોબાઈલ માં માથું ખોસી ને કલાકો ગેમ રમવી...એના થી મને મેડીટેશન કર્યા જેવી ફીલ આવે છે..
૮. મને ગમે..જે આવે મન માં , તે mb પર લખી નાખવાનું...આમ ડાયેટ કરું છું , પણ ફ્રી માં વાચકો નું માથું ખાઈ ને પેટ તો ભરાય ..

વધુ વાંચો

નવા_દુઃખો૫#સીઝન૪

હું અને વાઘ sea world માં
*************************
વાઘ હવે દુઃખી છે. ના ના, મારો ચેપ નથી લાગ્યો, કેટલાય દિવસ થી એને કોઈ પ્રાણી જ જોવા નથી મળ્યાં. એટલે આજે વાઘ સાથે સાંડિયા ગો માં સિ વર્લ્ડ જોવાનો પ્લાન હતો. મને ખબર હતી કે આજે એને મજા પડવાની છે, અને અે કારણે હું રોજ કરતાં થોડી માપ માં જ દુઃખી છું.

હજારો એકર માં પથરાયેલા વિશાળ સિ વર્લ્ડ માં જાત જાત ના પ્રાણી ઓ નાં શો હતા. પાણી માં એક સાથે ખેલ કરતી ઉછળતી કૂદતી ડોલ્ફિન જોઈ ને વાઘ સખત ગેલ માં છે. આગળ sil નો શો જોઈ ને એને ત્યાં જ રોકાવું છે. સીધો મેનેજર ને મળવા દોડ્યો કે આજ થી હું અહીં જ રહીશ. હું ભડકી અને ..દુઃખી થઈ( એને ભારત ને બદલે અમેરિકા ગમ્યું😰) ? આખો દિવસ પેંગ્વિન શો, પાંડા શો , ફિશ શો.. ઓહો.. અદભૂત એમાંથી તમને બહાર નીકળવાનું મન જ ના થાય.
આખા દિવસ ની ફૂડ કૂપન લીધેલી. કલાકે કલાકે રસ્તા માં જે રેસ્ટોરાં આવે ત્યાં તમે જે ખાવું હોય અે ખાઈ શકો. વાઘ ને બહુ દિવસે નોન વેજ મળ્યું. એટલે અેને તો જલસા પડ્યાં. મારે ખાલી ફ્રૂટ અને કોક પર આખો દિવસ કાઢવાનો આવ્યો. સાંજ પડતાં પડતાં ખાઈ ખાઈ ને વાઘ ને ફૂડ ઇનફેકશન થયું છે , જેને લીધે એ મારી પાસે હેડેક ની દવા માંગી રહ્યો છે.
મેં કહ્યું, દુખે પેટ અને કુટે માથું, આને જ કેહવાતું હશે.. આ વાત પર ખોટું લગાડી ને રિસાઈ ને વચોવચ બેસી ગયો છે. ફરી દૂર પોલીસ દેખાઈ રહી છે. મને કંઈ દંડ કરે અે પહેલાં આજે પણ સી વર્લ્ડ અધૂરું છોડવું પડ્યું..
હવે કહો વાચકો, હું દુઃખી કેમ ના થાઉં ?

વધુ વાંચો

વર્તમાન ક્ષણો માળિયે ચડી, ફાંફા મારી ,ભૂતકાળ ને શોધતી
આડી અવળી વેરવિખેર ક્ષણો સંદૂક માં ક્યાંય દેખાતી ?
યાદો નું પોટલું છોડી અકબંધ માનીતી ક્ષણો લાવ ફંફોસુ
મળે વીતેલી ક્ષણો તો લાવ ને બે ઘડી એમાં માથું ખોસું !
તાદૃશ કરું અે બચપણ , જે કદી પાછી નથી મળવાનું
અશ્રુ સાથે ફરીથી પોટલું કસી, ચાલ પાછું મૂકવાનું !
ગયેલો સમય ના આવે, તેથી જ તો સોનેરી કહેવાતો હશે
ચાલ જીવ!સમેટ બધું, નહીં તો વર્તમાન બી કચવાતો રહેશે !

વધુ વાંચો

સૌ કહેતાં કે તું મને સારી લાગે છે..
એણે કહ્યું કે તું મને મારી જ લાગે છે...
અને બસ..હું એની થઈ ગઈ..

નવા_દુઃખો૪#સીઝન૪

હું અને વાઘ લોસ એન્જેલસ માં સ્ટુડિયો માં :
************************************

દુઃખો સાથે મારે લેણું છૂટતું નથી. હું મારા દુઃખો થી કંટાળી છું અને દુઃખો મારા થી ! યુએસએ માં વાઘ સાથે દુઃખો વેચવા ફરી રહી છું.

આજે વાઘ સાથે લોસ એન્જલસ ના universal studio જોવા જવાનું હતું. આખા હોલીવૂડ ના ભવ્ય સેટ્સ ત્યાં છે. બધા મૂવી ના શૂટિંગ ત્યાં થયા છે. કેટલાય એકર માં પથરાયેલા આ સ્ટુડિયો જોવા લાખો લોકો રોજ આવે છે.

સૌથી પહેલાં હેરી પોટરના સેટ માટે ગયા. એક કલાક ની લાંબી લાઈન. અને જબરદસ્ત સેટ.. નંબર લાગે ત્યારે મસ્ત રાઇડ માં બેસવાનું.(ખાલી એક જ મિનિટ !!) હેરી પોટર પોતે તમને ઊડતાં ઊડતાં પોતાની જાદુઈ દુનિયા માં લઇ જાય.અદભૂત !! અકલ્પ્ય ! અતિ સુંદર.. મારો વાઘ તો આ જોઈ ને ખુશી નાં માર્યા રડી પડ્યો. એને તો મને છોડી ને હેરી સાથે જ રહી જવું હતું..પણ એમ મારા દુઃખો મારો પીછો ક્યાં છોડે એટલે વાઘ ને કોઈએ સંઘર્યો નહીં.

એક જગ્યાએ થી બીજી રાઇડ માં જવા બસ ચાલતાં જ રહો, ચાલતાં જ રહો... ડાઈનાસોર, ફાસ્ટ એન્ડ ફૂરિયસ , Terminator.. કંઈ કેટલાય ભવ્ય સેટ અને ના વિચારી શકાય એવી ભવ્ય રાઈડ..ખૂબ જ રોમાંચક !

પણ હવે ચાલી ચાલી ને વાઘ ના પગ દુખ્યા છે. મને કહે કે , હવે જે બસ આવે, એમાં મને ગીર મોકલી દો. મેં કહ્યું, તું એટલો થાકી ગયો કે તારી જાત ને ભૂલી ગયો ? તું સિંહ નથી, વાઘ છે ! તો એણે મોટો ભેંકડો માંડ્યો. સાંભળી ને ત્યાં પોલીસ આવી ગઈ અને મને કહે કે બિચારા વાઘ ને હોટેલ પર આરામ કરવા લઇ જાવ.
બોલો, સવાસો ડૉલર ની ટિકિટ ખર્ચેલી અને આ વાઘ મને અડધે થી જ પાછો લઈ આવ્યો. ને હું as usual દુઃખી !

વધુ વાંચો