Hey, I am on Matrubharti!

તારા માં એવું તો શું આકર્ષણ કે
આટલા ઘર્ષણ છતાં આ ચુંબકત્વ જતું નથી...
#ચુંબક

તને જોઈને મારા મન માં જે લાગણી થાય ને...
એ જ છે પ્રેમ.
અને મારો પ્રેમ જોઈને તારા મુખ પર જે રંગ દેખાય ને...
એ જ છે ખુશી.
#ખુશ

વધુ વાંચો

તારી યાદો નો આલ્બમ આજે પણ સંઘરાયેલો છે...
તારી એ સ્મિત કરવાની અદા આજે પણ સંઘરાયેલી છે...
મારા મન ના ખૂણા માં આજે પણ તું સંઘરાયેલી છે...
#સંઘરવું

વધુ વાંચો

એટલું સહેલું નહોતું તારા વિના જીવવું,
વાત તારા પરિવાર ની હતી....
#સહેલું

લાખ ગુમાવ્યા તોયે થયું,
કાલે કમાઈ લેશું...

તને ગુમાવી એમ થયું,
આ નુકશાન કેમ થયું...
#નુકસાન

જો તું મારી સાથે છે, તો દુનિયા સામે લડવા હું સક્ષમ છું
જો તું મારી સાથે છે, તો દુનિયા ને હરાવવા હું સક્ષમ છું

જો તું આપે મારો આમ જ સાથ,
તો વચનો નિભાવવા હું સક્ષમ છું

#સક્ષમ

વધુ વાંચો

જેમ તેમ ઉચ્ચારી શબ્દો
વેર વિખેર કરી એનો મનડો
            હે માનવ હવે કેમ અફસોસ

એક શબ્દ ના બે બોલ કહેતો
એ માં ની સામું કદી ના જોતો
            હે માનવ હવે કેમ અફસોસ

તને વાગે અને રડતી એ
ઘર માંથી કાઢી એને તે
            હે માનવ હવે કેમ અફસોસ

તારા ભૂખ્યા રહેવાથી દિલ એનું ચિરાતું
એને કટકો રોટલા નું તે ના વિચાર્યું
             હે માનવ હવે કેમ અફસોસ

એના ગયા પછી તને હવે સમજાયું
કેમ કરીને એ માં એ દી' વિતાયુ
              હે માનવ હવે કેમ અફસોસ

જીવતા ત્યારે કદર ના કરી
મર્યા તો વાંસ નાખવા જાય
          હે માનવ હવે કેમ અફસોસ

વધુ વાંચો

ચલ આજ એક સોદો કરીએ...🤝
તું મને ભૂલી જાજે🙇, અને હું તને...🙍
(જો અશક્ય શક્ય બને તો....)🙅

વાસ્તવિકતા જાણી ને તું આમ મૂકી ને જતો રહે,

એના કરતાં તું અજાણ જ બરાબર છે....
#વાસ્તવિક

રાખતા તો રખાઈ ગઈ પણ
આ ભાર હવે સહાતો નથી
            અપેક્ષાઓ નો ભાર હવે સહાતો નથી

તું આવીશ ને મને લઈ જઈશ
એ જ વાટ માં હું મરી જઈશ
             અપેક્ષાઓ નો ભાર હવે સહાતો નથી

તારા નામ નું સિંદૂર હું પુરીશ
તારા સાથે દુનિયા હું ઘૂમીશ
              અપેક્ષાઓ નો ભાર હવે સહાતો નથી

મારા આંગણે તું જાન જોડી આય
મને પરણી તારી સંગાથ લાઇ જાય
               અપેક્ષાઓ નો ભાર હવે સહાતો નથી

આટલી મોટી મારી અપેક્ષાઓ
ચાર વર્ષ માં વધતી વેદનાઓ
                અપેક્ષાઓ નો ભાર હવે સહાતો નથી

વધુ વાંચો