રાઈટર - જર્નલિસ્ટ આશુ પટેલ પત્રકારત્વમાં ત્રણ દાયકાની કરીઅર દરમિયાન સમકાલીન, સંદેશ, મુંબઈ સમાચાર, યુવદર્શન, અભિયાન, ગુજરાતમિત્ર, ગુજરાત ગાર્ડિયન, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર વગેરે પ્રકાશનોમાં કલમ ચલાવી. તેમણે અનેક અગ્રણી અખબારોની મુંબઈ આવૃત્તિના સિટી એડિટર અને રેસિડન્ટ એડિટર તરીકે પણ ફરજ બજાવી. તેમણે અનેક નૉવેલ્સ, ડોક્યુ-નોવેલ્સ, રસપ્રદ શ્રેણીઓ તથા સાપ્તાહિક અને દૈનિક કૉલમો લખી છે. તેમની 49 પુસ્તકો તરીકે પ્રકાશિત થઈ છે અને એમની 2 પુસ્તોકો પરથી ફિલ્મો પણ બની રહી છે.

સુખનો પાસવર્ડ

જીવનમાં ક્યારેક મોટો ફટકો પડે ત્યારે કેટલું ગુમાવ્યું છે એના કરતા કેટલું બચ્યું છે એ જોતા શીખી જઈએ તો પડ્યા પછી ઊભા થવાનું સહેલું થઈ પડે.

વધુ વાંચો

સુખનો પાસવર્ડ

આસપાસ નિરાશાજનક વાતો કરનારા કે ઉત્સાહ પર ઠંડું પાણી રેડનારા બેવકૂફો હોય તો પણ મહત્વાકાંક્ષા પડતી ન મૂકવી જોઈએ.

વધુ વાંચો

કાંઠે બેસીને છબછબિયાં કરવા કે પછી મધદરિયે ઝંપલાવવાનું સાહસ કરવું?
ચોઈસ ઈઝ અવર્સ!

સુખનો પાસવર્ડ
આશુ પટેલ

મોટા ભાગના લોકો જીવનસાગરમાં કાંઠે બેસીને છબછબિયાં કરતા હોય છે, પણ કેટલાક વીરલાઓ મધદરિયે ઝંપલાવવાનું સાહસ કરતા હોય છે. કાંઠે બેસીને જીવનનો તમાશો જોનારાઓ સલામતીભરી વીતાવી શકતા હોય છે, પણ એવા, અને એકધારી ઘરેડવાળી જિંદગી જીવી જનારા, લોકોના નામ તેમના મ્રુત્યુ સાથે તેમના કુટુંબ સિવાય બધા લોકો ભૂલી જતા હોય છે. અને મધદરિયે ઝંપલાવીને કાળમીંઢ મોજાંઓ સાથે બાથ ભીડનારાઓનાં નામ ઈતિહાસનાં પાને લખાઈ જતાં હોય છે. જીવનસાગરમાં કાંઠે બેસીને ખેલ જોવો છે કે પછી તોફાની દરિયામાં ઝંપલાવવું છે એ માણસે જાતે નક્કી કરવાનું હોય છે. માણસ પોતે એવું જોખમ ન ઉઠાવી શકે તો પોતાની નિરર્થક જિંદગી માટે તે કોઈને દોષ ન આપી શકે કે મને તક ન મળી કે કોઈએ મને તક ન આપી કે મારા કુટુંબે મને બાંધી રાખ્યો કે પછી મારી સામે કોઈએ અવરોધ ઊભો કર્યો!

હેલન કેલરનું એક મશહૂર વાક્ય મિત્રો સાથે શૅર કરું છું:
Life is a daring adventure or nothing!
Helen Keller.
(Helen Adams Keller was an American author, political activist, and lecturer (Born: 27 June 1880, Died: 1 June 1968). She was the first deaf-blind person to earn a Bachelor of Arts degree).

Pic courtesy: National Geographic.

વધુ વાંચો