Hey, I am on Matrubharti!

"કહેવાય છે કે વાણીમાં વિવેક હોવો જોઈએ"

એટલે જ તો જો જીભ ને કોઈ સ્વાદ આપવો હોય તો વિવેકી વાણી નો આપો,

બાકી જીભ તો ક્યાં કોઈ સ્વાદ લઈને જન્મી છે તેને કડવો સ્વાદ ચખાડી કડવી કરનાર આપણે છીએ.
#વિવેકી

વધુ વાંચો

" કોઇક ને મંદબુદ્ધિ કેહ્તા પેલા

આપણી બુદ્ધિ ચકાસી લેવી"
#મંદબુદ્ધિ

દુનિયા આખી જરૂરિયાતમંદ છે.

ન ચાલે માછલીને પાણી વિના ,
કે ન ચાલે વૃક્ષને જળ વિના

ન ચાલે આ જગતમાં એક બીજા ની જરૂરિયાત વિના,

ન ચાલે સૃષ્ટિને સૂરજ વિના,
ન ચાલે આ દેહ ને શ્વાસ વિના,

ન ચાલે આ જગતમાં એકબીજાની જરૂરિયાત વિના,

બધું જ છે અધૂરું એકબીજા વિના,
પછી હોય ભલે કોઈ વસ્તુ કે સબંધ ભીના
#જરૂરિયાતમંદ

- આરઝુ

વધુ વાંચો

ના કર ઘમંડ આ ' માળા' પર,
એક દિન અવશ્ય તૂટશે આ જોડાયેલા તાંતણા પણ

ના કર ઘમંડ આ 'માળા 'પર,
મુદત પૂરી થશે ત્યારે સંભલશે પણ નહીં
તારા કે મારા થી પણ

ના કર ઘમંડ આ શ્વાસ અને સુવાસ થી બનેલા માળા પર,

નથી લગામ કોઈની બસ વિશ્વાસ રાખ તુ ઈશ્વર પર,

પછી હોઇ ભલે તુ પક્ષી કે માનવ પણ.


- આરઝુ

વધુ વાંચો

'તોફાની' શબ્દ લેતાની સાથે જ
' કાન્હા' મને તારી યાદ આવે છે
નટખટ નંદ ના લાલ
મને તારી અપાર લીલાઓ યાદ આવે છે.

'તોફાની' શબ્દ લેતા ની સાથે જ
મને 'સાગર' યાદ આવે છે
ખડખડ વહેતી નદીઓને
પોતાના હૃદયમાં સ્થાન આપે છે

' તોફાની' શબ્દની સાથે જ
મને 'વાયરા'ની યાદ આવે છે
જે લહેરોની સાથે ક્યારેક
વંટોળ પણ લાવે છે

' તોફાની'શબ્દની સાથે જ
મને 'બાળપણ' યાદઆવે છે
મા ના ખોળા માં રમનાર બાળક
ક્યારેક તોફાની બની મા ને પણ સતાવે છે

' તોફાની 'શબ્દની સાથે જ મને
વરસાદની યાદ આવે છે
તરસી રહેલી આ ધરતીની પ્યાસ બુજાવનાર
ક્યારેક બાઢ પણ લાવે છે.

- આરઝુ

વધુ વાંચો

કહેવાય છે કે નશા થી માણસની ચિંતા દૂર થાય છે
પરંતુ માણસ એ જ ભૂલી જાય છે
કે નશાથી એમના પોતાના પણ દૂર થાય છે.
- આરઝુ

વધુ વાંચો

દુનિયામાં સૌથી શક્તિશાળી શું હોઈ શકે?

કદાચ એ બધાના મત મુજબ અલગ- અલગ હોઈ શકે,

પરંતુ જીવન ત્યારે જ શ્રેષ્ઠ બની શકે

અગર કોઈ સમજી શકે કે

સમયથી શક્તિશાળી દુનિયામાં કંઈ હોય ના શકે.

❤આરઝુ

વધુ વાંચો