Hey, I am on Matrubharti!

કંઇક એવું છે આપણા સૌની ભીતર
શબદ ના બાણ વાગે અંતરના ભીતર

દરેક દિવસ, દરેક પળ, દરેક વ્યક્તિ
શીખવે છે એવું નવું જાણે કે માસ્તર

વધુ વાંચો

લગ્નનું ઢોલ ઢબુકે ને જાન ઉતારું મેહલે
કેસરિયાસાફા સાથે આખું ફળિયું મ્હાલે

ઘરના ખૂણે પીઠી ચોળી ઘરચોળાની ભાત
હીબકે હીબકે હળસેલી બાળપણની વાત

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટ્યો આજ
કલ્લોલથી શૈશવ ગજવેલી શેરી સુની આજ

જાન વળાવી પાછો વળતો થર થર કાંપે બાપ
બારણે ઊભો ડૂસકું ભરે ને જુવે આખું આભ

#દોષારોપણ

વધુ વાંચો

અવસર માણી લીધા
પછી ઘરના છાના ખૂણે
મે એકાંત પીધો !

પળમાં મળ્યું, પળમાં ખોયું- બહેન વહાલનું મોતી

તું ઘરનાં આંગણાની તુલસી
તારા દર્શનથી થતી ખુશી
કુળ બીજો અજવાશ કીધો !

મનમાં હરખ, મનમાં દુઃખી- બહેન વહાલનું મોતી

સ્મરણ ચાર ખૂણે રહેશે
વિદાય કરી બહેની તુજને
મે યાદોનો શૈશવ પીધો !

શૈશવમાં લાડકોડ કીધું - બહેન વહાલનું મોતી

ખેલતી કૂદતી ઘરમાં
સંભળાતો ઝાંઝરનો ઝણકાર,
મે વેદનાનો રણકાર પીધો !

દોષારોપણ કોણ કોને કરશે - બહેન વહાલનું મોતી

ઢોલ શરણાઈ વગાડી
કંકાવટી, ચૂડો- પાનેતરને બાજોઠ દીધો
ડોલીને મે ખભો દીધો !

સરી પળ્યું, પળમાં આંખેથી - ખારા પાણીનું મોતી
પાંપણનું આંસુ લૂછ્યું- આડું જોયું, અવળું જોયું

ક્યાંય મળ્યું ના મોતી-ખોવાયું મારું વહાલનું મોતી
ખોવાયું વહાલનું મોતી, બહેન મારું વહાલનું મોતી

#દોષારોપણ

વધુ વાંચો

આ નીલા નીલા અંબર તળે
દુઃખ હરનાર કો રાહિયો મળે,

દોસ્તાર બની દિલની વાત કરે,
પૂછપરછ કરનાર ભાગિયો મળે

હું હલેતું દશાનું એકલપણું
કશો ના લાભને સાંખત ઘણું

આ તણાવ ભરી જીંદગીમાં
કો ઠારનાર ગોઠિયો મળે!

ના કરે કોમની પૂછપરછ ને,
મન સુધી પોહચે તેવો, ખેપિયો મળે.

જિંદગીમાં કઈ મળે ના મળે,
પણ એક સાચો જોડીદાર મળે

#પૂછપરછ

વધુ વાંચો

હુસ્નથી ક્યારેય લલચાવવું નહિં,
મોહની કરશે પણ ભરમાવું નહિં

મુશ્કિલ જરૂર છે, પણ ડગવું નહિ
મંઝિલ કહે આવ, પણ જવું નહિ

કદમ રોકાઈ જાય તો રોકાવું નહિ
રસ્તો મળે નહિ પણ ભટકવું નહિ

ધીરજ ખૂટી જાય પણ ખોવી નહિ
હુસ્ન છે દુશ્મન સેજે ગરજવું નહિ

ફના થઈ જવાશે આ શૈશવ નથી
હનુમાનભક્ત સેજે ભટકતો નથી


#લલચાવવું

વધુ વાંચો

દીપક મનમાં કાયમ સત્યનો પ્રગટ્યા કરે
અંધકારમાં પ્રકાશનો જૂગનું ચમક્યાં કરે

ગઝલ શબ્દ કલમની બે ધારી તલવાર,
દુશ્મની ક્ષણમાં કરે, ક્યાંક કરાવે પ્યાર.

ત્વરિત નક્કી થશે, લખવામાં ક્યાં વાર ?
લખવું ક્યાં વેપાર છે? મારો છે વ્યહવાર.

કોકનો પ્રેમ ઓછો તો કોકનો બેમિસાલ,
જિંદગીનું ગણિત સમજતા લાગે બહું વાર.


#ત્વરિત

વધુ વાંચો

સો સો સલામ છે એ દેશના રતનને
પ્રકાશિત પ્રમાણ દીધા "મા" ભોમના

સો સો સલામ છે એ દેશના રતનને
જ્યોતિબા ફૂલે ને સો સો સલામ છે

સો સો સલામ છે દેશના ભીમરાવ ને
સંવિધાન ધડ્યા, સર્વ સામાન હકના

સો સો સલામ છે એ દેશના રતનને
નિવારણ કર્યા કુરિવાજો અંધવિશ્વાસના

સો સો સલામ છે એ દેશના કવિઓને
સોર્ય રસ ઘોળ્યું, ઘોળી કસુંબી રંગના

#સલામ

વધુ વાંચો

માન્યું કે તારી હયાતી છે જીંદગી મારી
હું મોહતાજ છું તારા થકી જિંદગીનો
જાદુગર તે ચલાવ્યા ચાક નજરના જાદુ
તારા વગરની ક્ષણ પસાર કરવી છે મુશ્કેલ.

તું આપીશ મુજને દર્દ તો તે દર્દ ની દવા તું
કો હકીમ કામે ન આવે તેવી આપ સજા તું
હવે આત્માનો શરીર પર રહ્યો નથી અંકુશ
તારા વગરની ક્ષણ પસાર કરવી છે મુશ્કેલ.

સાથ માંગુ હમસફર, જિંદગી થઈ મહરુમ
હું મોહતાજ છું તારા પ્રેમની મંઝિલનો
જમીન પર નહિ તો દૂર આસમાને ચલ
તારા વગરની ક્ષણ પસાર કરવી છે મુશ્કેલ.

ખૂબસૂરત છે મંઝિલ ને હમસફર તું
મારી હર કમીને તે તારવી વામિલ તું,
અધિરો રહીને પ્રેમમાં થયો છું કાબિલ
તુજ વિના ક્ષણ પસાર કરવી છે મુશ્કેલ.


#મુશ્કેલ

વધુ વાંચો

હું તો સુતરના તાતણે ખુશ છું,
બહેની તારા વહાલથી વધુ શું?

રામના રખોપા માંગી રાખડી તે બાંધી,
રક્તના કણ કણ માં હું વીર છું.

દુઃખ ન આવે બહેની તુજને ક્યારેય,
ખુશ રાખીશ સદા, રક્ષાવચનથી હું ચુસ્ત છું.

પર્વ અનેરો આ સ્નેહ ના બંધનનો
કુંમકુંમ તિલકે મળે મીઠાઈનું ઓવારણું

ખુશીઓ વહાવતી આવી છે, પૂનમ હર્ષની,
ભેટ સોગાત આપુ તુજને બળેવની

નાજુક સુતરના દોરાનું આ અતૂટ બંધન,
પ્રભુ દે સદા કુશળક્ષેમ એવા આશિષ હું માગું

#ખુશ

વધુ વાંચો

અર્ધચંદ્રમાએ ચાંદની પૂરી, આખી રાત
અધૂરી રહી ના જાય તારી મારી વાત

અર્ધ છલકાયેલ નયને કરીએ પ્રેમની વાત
અર્ધ વરસે વરસાદને આ ભીંજાવાની રાત

તરસ્યા પવન ને આ તરસ્યા ગગનથી
તરસતા ના રહીએ આ વરસાદની રાત

અર્ધ ખોલેલા હોઠ ને અર્ધ મીંચેલી આંખ
રહીના જાય પળ, બંનેના મિલનની રાત.

વાંસળીના અર્ધ સુરે ઘેલી થઈ હતી રાધા
અર્ધ પ્રેમથી અડધી થઈ હતી એની આશા

ચમકતા તારાને છે અર્ધચંદ્રમાની આશા
તૂટી ના જાય આપણા બન્ને ના મિલનની આશા

#અર્ધ

વધુ વાંચો